સુરત રેપ: હજુ સુધી બાળકીની ઓળખ નહીં, લોકોએ કર્યું કેન્ડલ માર્ચ, ઇનામની કરાઇ જાહેરાત

સુરત : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક બાળકી સાથેના દુષ્કર્મને લઇને દેશભરમાં લોકો ગુસ્સામાં છે ત્યાં રાજ્યના સુરતમાં 11 વર્ષની બાળખી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. રાજ્યમાં આ અજાણી બાળકી સાથેની આ દુષ્કર્મની ઘટનાથી લોકો ગુસ્સે ભરાયાં છે અને વિરોધ કરી રહ્યાં છે.

સામાન્ય નાગરિકથી લઇને પોલીસ પ્રશાસને બાળકી સાથે રેપ કરનારની જાણકારી આપનાર માટે ઇનામની જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રાએ આરોપીઓને પકડીને કડક સજાની અપીલ કરી છે. તો બીજી તરફ બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે જ્યારે પીડિત બાળકીની ઓળખ પણ હજી સુધી થઇ શકી નથી. પોલીસે 20 હજાર રૂપિયાનું ઇનામ બાળકી અંગેની જાણકારી આપના માટે રાખ્યું છે જેના પોસ્ટર લગવામાં આવ્યાં છે. આ માસૂમ બાળકીનો મૃતદેહ છ એપ્રિલના રોજ મળ્યો હતો.

ફોરેન્સિક રિપોર્ટ મુજબ આ બાળકી સાથે દૂષ્કર્મ, ગળુ દબાવીને હત્યા અને શરીર પર ઝખ્મના 86 નિશાન મળ્યા હોવાની વાત બહાર આવી છે. બાળકીનો મૃતદેહ જેવી રીતે મળ્યી આવ્યો હતો તેને જોઇને તેની સાથે કરેલી ક્રુરતાનો અંદાજો લાગી શકે છે. આ મામલની તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ગુજરાત પોલીસે સુરતમાં અંદાજે 1200 અને ઉત્તર ગુજરાતમાં 1000 પોસ્ટર અને બેનર લગાવ્યાં છે.

બળાત્કારની ઘટનાઓથી દેશ શર્મશાર થઇ રહ્યો છે જેને લઇને ગુજરાતના શહેરો સહિત જિલ્લાઓમાં જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ તરફ મહીસાગર જિલ્લામાં ઉન્નાવ અને કઠુઆ બળાત્કારના વિરોધમાં બાલાસિનોરના કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલમાર્ચ યોજાઇ હતી.

બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓની અસુરક્ષાને લઇને કેન્ડલ માર્ચ યોજાઇ હતી. તો સુરતના પારલે પોઈન્ટ પર યુવાનોએ કેન્ડલ માર્ચ યોજી હતી અને આ ત્રણેય ઘટાઓને લઈને વિરોધ વ્યકત કર્યો હતો. વડોદરામાં પણ વિધાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. અને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી.

You might also like