મોંધી બનશે રેલવેની મુસાફરી, 9 સપ્ટેમ્બરથી લાગૂ થશે ફ્લેક્સી ફેર સિસ્ટમ

નવી દિલ્હી: રેલવે મુસાફરી કરતા લોકો માટે રેલવે મંત્રાલય તરફથી માઠા સમાચાર આવી રહ્યા છે. હવે રેલવે મુસાફરી કરતા લોકોએ મુસાફરી કરવા વધુ ભાડુ ચુકવવું પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રેલવે મંત્રાલયે ફેર સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. હવે રેલવે ફ્લેક્સી ફેર સિસ્ટમનો ઉપયોગ કરશે એટલે કે જો તમારે 10 ટીકીટ બુક કરાવવી હશે તો તેના પર 10 ટકા ભાડું વધારો થશે.

હાલ આ ફેરફાર ત્રણ સુપર ફાસ્ટ ટ્રેનોના ફેર સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. જેમાં રાજધાની, શતાબ્દી અને દુરન્તો જેવી સુપર ફાસ્ટ ટ્રેનોનો સમાવેશ થાય છે.

રેલવેનો આ વધારો આગામી 9 સપ્ટેમ્બરનો રોજથી લાગૂ થશે. રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર એ છે કે આ 3 ટ્રેન સિવાય બાકી ટ્રેનના ભાડામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

You might also like