વિદેશ મંત્રાલયે પાસપોર્ટ નિયમમાં કર્યો સૌથી મોટો ફેરફાર, જાણો શું?

ન્યૂ દિલ્હીઃ જો તમે પાસપોર્ટ બનાવવા માંગતા હોવ તો તમારા માટે આ એક મહત્વનાં સમાચાર છે. પાસપોર્ટ બનાવવા માટે હવે એક નવો નિયમ બનાવી દેવાયો છે. જેનાં હેઠળ હવે પાસપોર્ટ તમે ઓનલાઇન જ એપ્લાય કરી શકશો. વિદેશ મંત્રાલયે દરેક શ્રેણીઓનાં પાસપોર્ટ અરજદારોને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાનું ફરજિયાત કરી દીધું છે. અત્યાર સુધી વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ કોટા માટેનાં આવેદક ઓનલાઇન ફોર્મ ભરીને પોતાની સુવિધા અનુસાર સીધાં જ પાસપોર્ટ સેવા કેન્દ્ર પહોંચી જતા હતાં પરંતુ હવે આ સુવિધા તત્કાલિક પ્રભાવ હેઠળ બંદ કરી દેવામાં આવી છે.

બરેલીનાં પાસપોર્ટ અધિકારી એનસી બિષ્ટે જણાવ્યું કે હવે બંને શ્રેણીઓને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાનું ફરજિયાત કરી દેવાયું છે. એવું કહેવાય છે કે પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે) પર ક્યારેક-ક્યારેક ડાયરેક્ટ કેટેગરીનાં અરજદારો પણ વધારે પ્રમાણમાં પહોંચી જતા હતાં, જેને લઇ પાસપોર્ટ પ્રોસેસિંગ કાર્ય ઘણું પ્રભાવિત થઇ જતું હતું.

જો તમે તમારા મોબાઇલમાં પાસપોર્ટ સંબંધિત જાણકારી લેવા ઇચ્છતા હોવ તો એનાં માટે તમારા સ્માર્ટફોન પર “પાસપોર્ટ સેવા એપ” ડાઉનલોડ કરીને કોઇ પણ પ્રકારની જાણકારી તમે મેળવી શકો છો.

You might also like