રક્ષા મંત્રાલયની વેબસાઇટ થઇ હેક, Home Page પર દેખાય છે ચાઇનીઝ શબ્દ

સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક કરાઈ હોવાનાં સમાચાર સામે આવ્યાં છે. વેબસાઈટનાં મેઇન પેજ પર ચાઈનિઝ ભાષામાં શબ્દો દેખાઈ રહ્યાં છે. વેબસાઈટને ખોલતા જ “મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ” અંગ્રેજીમાં લખાઈને આવે છે. જયારે રક્ષા મંત્રાલય એવું હિન્દીમાં લખેલું જોઈ શકાય છે. જો કે, પેજ ખોલતાં જ એક એરર આવે છે અને વેબપેજ ઓપન થતું નથી અને ચાઈનિઝ ભાષામાં કંઈક લખેલું દેખાય છે.

વેબસાઈટ શુક્રવારે સાંજે હેક થઈ હોવાની માહિતી મળી છે. આ કારસ્તાન ચાઈનિઝ હેકર મારફતે કરવામાં આવ્યું હોવાની આશંકા છે. આ મામલે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ મામલાની હવે તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે વિશેષ રીતે કાર્યવાહી કરવામાં આવશે.

You might also like