પશ્ચિમ બંગાળમાં હજુ હિંસા જારીઃ બાબુલ સુપ્રિયો સામે FIR દાખલ

આસનસોલ, શુક્રવાર
પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી હિંસા હજુ પણ જારી રહેતાં આસનસોલ અને રાણીગંજમાં કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આ‍વી છે. દરમિયાન કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ ગઈ કાલે આસનસોલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પોલીસ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આ‍વી હતી. ચોથા દિવસે પણ આ વિસ્તારમાં શાળા અને કોલેજો બંધ રાખવામાં આ‍વ્યાં હતાં.

દરમિયાન રાજ્યનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પણ સિ‌િનયર અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું, જોકે હાલ આ વિસ્તારમાં હજુ પણ હિંસક ઘટનાઓ ચાલુ છે, જેના કારણે આસનસોલ અને રાણીગંજ વિસ્તારમાં કલમ-૧૪૪ લાગુ કરવામાં આ‍વી છે. બાબુલ સુપ્રિયોએ દાવો કર્યો છે કે તેમની વિરુદ્ધ બે અરજી દાખલ કરવામાં ‍આ‍વી હતી.

ત્યારબાદ મેં પણ પોલીસ સામે એક ફરિયાદ દાખલ કરાવી છે, જોકે પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી નથી કે આવી અરજી દાખલ કરવામાં આ‍વી છે કે નહિ? બીજી તરફ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ લોકેટ ચેટરજીને આસનસોલ અને રાણીગંજ વિસ્તારમાં જતાં રોકી દેવામાં આવ્યા હતા. રાણીગંજમાં રામનવમીએ બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

આ ઘટના બાદ કેટલાક સ્થાનિક લોકોએ કેન્દ્રીય પ્રધાન વિરુદ્ધ કથિત રીતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક તેમને આ વિસ્તાર છોડીને ચાલ્યા જવા જણાવ્યું હતું, કારણ સ્થાનિક ટીવી ચેનલોમાં તેમને પોલીસ સાથે ચર્ચા કરતાં દર્શાવવામાં આ‍વ્યા હતા, જેના કારણે લોકોએ તેમના વાહનને ઘેરી લીધું હતું.

બાદમાં સુ‌િપ્રયોએ દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં માત્ર કેન્દ્રીય દળની તહેનાતીથી જ શાંતિ સ્થપાઈ શકે તેમ છે. લોકોને સ્થાનિક પોલીસ પર ભરોસો નથી. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં ચાર લોકોની હત્યા થઈ ચૂકી છે, જેમાં ચોથી હત્યા થઈ છે તે આસનસોલની મસ્જિદના ઈમામ મૌલાના ઈમ્દાદુલ રશીદીનાે ૧૬ વર્ષનાે પુત્ર હોવાનું બહાર આવ્યું છે.

પુત્રની હત્યા બાદ ઈમામે જણાવ્યું કે તેઓ એવું નથી ઈચ્છતા કે કોઈ વધુ બાપ તેમના પુત્રને આ રીતે ગુમાવે. આસનસોલમાં હિંસા ફેલાયા બાદ ઈમામ રશીદીનો પુત્ર સિબતુલ્લા લાપતા થઈ ગયો હતો. તે પરીક્ષા વખતે જોવા મળ્યો હતો. બાદમાં તોફાનીઓએ તેનું અપહરણ કરી લીધું હતું અને મોડી રાતે તેની લાશ મળી હતી.

You might also like