મહારાષ્ટ્રના મંત્રી એકનાથ ખડસેને આવ્યો દાઉદના ઘરેથી ફોન

મુંબઇઃ અંડરવર્લ્ડ ડોન દાઉદના અનેક રાજકિય નેતાઓ સાથેના સંપર્કનો ચોકાવનારો ખુલાસો થોડા સમય પહેલા થયો હતો. ત્યારે આજે મહારાષ્ટ્રના મંત્રી એકનાથ અડસેને અંડરવર્લ્ડ ડોન દાઉદના ઘરેથી ફોન આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.  આ મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ ફોન દાઉદના ઘરેથી મંત્રીના મોબાઇલ પર આવ્યો હતો. જો કે ખડસેએ જણાવ્યું છે કે તેઓએ ક્યારે પણ દાઉદ સાથે વાત કરી નથી.

થોડા દિવસો પહેલાં જ એથિકલ હૈકર્સ દ્વારા દાઉદનો ભારતના નેતાઓ સાથેના કનેક્શનનો ખુલાસો થયો હતો. દાઉદ પાકિસ્તાનમાં રહીને પણ કેટલાક નેતાઓના સંપર્કમાં છે. ત્યારે આ મામલે વિપક્ષોએ ખડસે વિરૂદ્ધ તપાસની માંગ કરી છે. વિવિધ પક્ષોએ તેમના રાજીનામાની પણ માંગ કરી છે. આ મામલે ખડસેએ કબુલ્યુ છે કે તેમના મોબાઇ નંબર તેમનો જ છે. પરંતુ તેમણે ક્યારે પણ દાઉદ સાથે વાત કરી નથી. તેમણે ક્યારેય દાઉદના પરિવારજનો સાથે પણ ક્યારે પણ વાત કરી નથી. સાથે જ ડોનના ઘરના નંબરથી તેમને કેમ ફોન લગાવવામાં આવ્યો તેનાથી પણ તેઓ અજાણ છે.

You might also like