મોદીએ મનમોહનસિંહનાં નામે આસામમાં કૉંગ્રેસ પર નિશાન સાધ્યું

ગુવાહાટી/કોકરાઝાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામમાં વિધાનસભા ચૂંટણી માટેનું બ્યૂગલ ફૂંકી દીધું છે. રાજયમાં આ જ વર્ષનાં મધ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનારી છે, ત્યારે વડાપ્રધાને આજે પાટનગર ગુવાહાટી અને તે પહેલા કોકરાઝાર ખાતે રેલીઓ યોજી. તેમણે પોતાનાં સંબોધનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને નિશાન બનાવી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આસામમાં છેલ્લા ૧૫ વર્ષથી કૉંગ્રેસની સરકાર હોવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આસામે મનમોહનસિંહ તરીકે દેશને વડાપ્રધાન આપ્યાં.

મનમોહનસિંહ આસામથી રાજયસભા સભ્ય તરીકે ચૂંટાઈને સતત ૧૦ વર્ષ વડાપ્રધાન રહ્યાં, પરંતુ તેમણે આસામનાં વિકાસ માટે કંઈ ન કર્યું. મોદીએ વિકાસનો મંત્ર આપતાં કહ્યું, મારું સપનુ છે કે દેશ જયારે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવે, ત્યારે દેશનાં દરેક ઘરે ૨૪ કલાક વીજળી પહોંચે અને ૨૦૨૨ સુધી દરેક પાસે પોતાનું ઘર હોય. મોદીએ કહ્યું, હું આપની વચ્ચે એવા સમયે આવ્યો છું કે જયારે અહીં એકતા અને સદભાવનાનો નવો માહોલ ઊભો થયો છે.

હું આસામનાં લોકો સાથે જોડાવા આવ્યો છું.  મોદીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું, અહીં જે છેલ્લા ૧૫ વર્ષથી વાયદા કરાયા હતાં, તે પૂર્ણ નથી કરાયાં. તેઓ માત્ર વાયદા પર વાયદા કરે છે અને અહીં ઊમટેલા લોકો તેમની વિરુદ્ઘ રોષ પ્રકટ કરી રહ્યા છે. તેથી હું માત્ર એટલો જ વાયદો કરવા આવ્યો છું કે હું મારી વાત પૂર્ણ કરવા માટે કોઈ પણ હદે જવા તૈયાર હોઉ છું.  મોદીએ કહ્યું,  ૧૫ વર્ષથી શાસન કરતી કૉંગ્રેસ અને અહીંથી ચૂંટાઈને ૧૦-૧૦ વર્ષ સુધી વડાપ્રધાન રહેનાર મનમોહનસિંહ આસામનાં વિકાસ માટે કંઈ ન કરી શકયા. આમ છતાં મારાથી અપેક્ષા કરે છે કે હું ૧૫ મહીનામાં બધું કરી આપું.

વડાપ્રધાને આ પ્રસંગે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજી-કોકરાઝારને સેન્ટ્રલ યુનિવર્સિટીનો ડિમ્ડનો દરજ્જો એક વર્ષમાં આપવાની જાહેરાત કરી. કંચનજંઘા એકસપ્રેસને સિલ્ચર સુધીર લંબાવવા તથા રૃપસી ઍરપોર્ટને વિકસિત કરવાનો પણ વડાપ્રધાને વાયદો કર્યો. મોદીએ કહ્યું કે દેશનું ભવિષ્ય ત્રણ સૂત્રો વડે થઈ શકે છે અને તે સૂત્રો છે વિકાસ, વિકાસ અને વિકાસ. વિકાસથી દેશનો ભાવિ બદલવો પડશે. જો આસામને વિકાસ જોઇએ, તો અહીંના ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવો પડશ

You might also like