બીમાર મહિલા માટે જયંત સિંહાએ આરામદાયક સીટ છોડી

728_90

નવી દિલ્હી: ઈન્ડિગો અેરલાઈનની એક ફલાઈટમાં મુસાફરી કરતા ઉડ્ડયન પ્રધાન જયંત સિંહાઅે એક બીમાર મહિલા અને તેની પુત્રી માટે તેમની ફર્સ્ટ કલાસની આરામદાયક સીટ છોડીને ઈકોનોમી કલાસમાં મુસાફરી કરી હોવાનું બહાર આવ્યું છે.  આ અંગે રાંચીની શ્રેયા પ્રદીપે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે તેની બીમાર માતા અને તેના માટે જયંત સિંહાએ તેમની આરામદાયક સીટ છોડીને તેમને તે સીટ પર બેસવા જણાવ્યું હતું. શ્રેયાનું આ ટિ્વટ વાઈરલ થઈ જતાં લોકો તરફથી સિંહાએ દાખવેલી માનવતાની પ્રશંસા થઈ રહી છે. શ્રેયાએ જણાવ્યું કે તે તેની બીમાર માતા સાથે ઈન્ડિગો ફલાઈટમાં બેંગલુરુથી મુસાફરી કરી રહી ત્યારે તેની માતા ચાલી શકે તેમ ન હતી. તેથી તેમને ગેટ પાસે જ એક્સેલ સીટ આપવામાં આવી હતી, પરંતુ કોલકાતામાં ફલાઈટ રોકાતાં જાણવા મળ્યું કે આ સીટ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જયંત સિંહા અને તેમનાં પત્નીના નામે બુક થઈ હતી, પરંતુ તેમને ફલાઈટમાં આવતાં જાણ થઈ હતી કે આ સીટ પર જે મહિલા બેઠાં છે તેમની તબિયત નાદુરસ્ત છે તેથી તેઓ તરત જ તેમનાં પત્ની સાથે ઈકોનોમી કલાસમાં ચાલ્યા ગયા હતા અને આ સીટ બીમાર મહિલા અને તેમની પુત્રી માટે ખાલી કરી આપી હતી.

આ અંગે શ્રેયાએ જયંત સિંહા સાથે તેના ફોટાને રજૂ કરી ટિ્વટ કરીને જયંત સિંહાની માનવતાની પ્રશંસા કરી હતી, જેના જવાબમાં સિંહાએ પણ લખ્યું હતું કે તમારું સ્વાગત છે. આ અંગે ઈન્ડિગો એરલાઈન્સે પણ શ્રેયાને ટિ્વટ કરી પૂછ્યું કે તમારી મુસાફરી આરામદાયક રહી હતી? તેના જવાબમાંં શ્રેયાએ જણાવ્યું કે આટલા ઉદાર વ્યવહાર બાદ તો બેક્સ આરામદાયક મુસાફરી રહી હતી તે બદલ તેમનો આભાર.

You might also like
728_90