પ્રધાન અને સાંસદોએ પણ માતા-પિતાની કરવી પડશે સેવા

નવી દિલ્હી: માતા-પિતાની દેખભાળમાં બેદરકારી રાખનાર સરકારી કર્મચારીઓના વેતનમાંથી એક ભાગ કટ કરવાનો ફેંસલો મધ્યપ્રદેશ સરકારે લીધો છે, પરંતુ તેમાંથી પ્રધાન અને ધારાસભ્યોને બહાર રખાયા છે તેને લઇને ઊઠી રહેલા સવાલોને જોતાં ભરણપોષણના નિયમ પર શરૂઆતથી જ વિચારણા થઇ રહી છે. આ વિસ્તારમાં લોકસેવકો એટલે કે પ્રધાનો, ધારાસભ્યો અને સાંસદોને પણ સામેલ કરાશે.

સામાજિક ન્યાય પ્રધાન ગોપાલ ભાર્ગવનું કહેવું છે કે આ માટે સંશોધન બિલ પણ લાવવામાં આવશે. સાથે-સાથે કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારને પણ પ્રસ્તાવ મોકલવામાં આવશે. મધ્યપ્રદેશમાં માતા-પિતાની દેખભાળ ન કરવાની ફરિયાદ સાબિત થતાં અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાંથી મહત્તમ ૧૦ ટકા રકમ કાપવાનો નિયમ બનાવાયો છે.

સામાજિક ન્યાય વિભાગે સૂચના જારી કરીને તેને લાગુ પણ કરી દીધું છે ત્યારે સવાલ એ ઊઠે છે કે લોકસેવક આ કાયદાના વિસ્તારમાં કેમ નથી? જ્યારે તેમને પહેલાં કાયદાના દાયરામાં લાવવાનું ઉદાહરણ આપવું જોઇએ. આ અંગે સામાજિક ન્યાય પ્રધાન ગોપાલ ભાર્ગવ સાથે સવાલ-જવાબ થયા તો તેમણે કહ્યું કે લોકસેવક આ દાયરામાં આવતા નથી, પરંતુ તેના પર વિચારણા જરૂર કરાશે.

આગામી વિધાનસભા સત્રમાં તે માટેનો કાયદો લાગુુ કરાશે એમ પણ માતા-પિતાની સેવા કરવી ભારતીય સમાજમાં તમામની ફરજ હોય છે. ભાર્ગવના જણાવ્યા મુજબ હજુ એ જોગવાઇ રખાઇ છે કે કેન્દ્ર સરકારના આવા અધિકારીઓ-કર્મચારીઓ (આઇએએસ, આઇપીએસ, આઇએએફએસ અધિકારી સહિત અન્ય) જેને વેતન રાજ્ય સરકાર આપે છે તે તમામ આ નિયમમાં સામેલ થશે. રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પણ આ જોગવાઇ લાગુ કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને પણ મોકલવામાં આવશે.

You might also like