સોમાલિયાની હોટલમાં થયેલા હુમલામાં મંત્રી સહિત 15નાં મોત

મોગાદિશૂ: સોમાલિયાની રાજધાનીમાં અલ કાયદાથી સંબદ્ધ અલ શબાબ આતંકવાદીઓ દ્વારા એક હોટલ પર કરવામાં આવેલા હુમલામાં એક કેબિનેટ મંત્રી સહિત 15 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. હુમલામાં ચાર હુમલાવરોના પણ મોત નિપજ્યાં છે.

પોલીસના વરિષ્ઠ અધિકારી કેપ્ટન મોહંમદ હુસૈને કહ્યું કે વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી બી મોહંમદ હમજા મૃતકોમાં સામેલ છે. તેમના મૃતદેહને નાસા હબ્લોદ હોટલના ધરાશય થયેલા ભવનમાંથી કાઢવામાં આવ્યો છે.

પોલીસ તથા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલામાં ઓછામાં 34 લોકોને ઇજા પહોંચી છે. ગઇકાલે થયેલા આ હુમલામાં એક આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટક ભરેલી કારમાં બિલ્ડિંગની બહાર વિસ્ફોટ કર્યો હતો.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ‘મોગાદિશુંમાં મૃત્યું પામેલા મંત્રીના સંબંધીઓ પ્રત્યે અમે અમારી ઉંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ આ હુમલામાં એક આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટક ભરેલી કારમાં બિલ્ડિંગની બહાર વિસ્ફોટ કર્યો હતો.

ત્યારબાદ બંદૂકધારીએ નાસા હબ્લોદ હોટલ પર હુમલો કર્યો અને કલાકો સુધી હુમલો ચાલુ રહ્યો. વિશેષ સુરક્ષાબળોએ હોટલમાં સંતાયેલા ત્રણ હુમલાવરોને ખતમ કર્યા બાદ આ હુમલામાં વળતો પ્રહાર કર્યો. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે મૃત્યું પામેલા 15 લોક્માં બે ડોક્ટર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 34 લોકો ઘાયલ થયા છે. શહબાબે ટેલીગ્રામ સ્માર્ટફોન એપ્સના માધ્યમથી હુમલાની જવાબદારી લીધી. જૂન મહિનાની શરૂઆતમાં શરૂ થયેલા પવિત્ર રમજાન માસમાં આ હોટલ પર બીજો હુમલો છે.

You might also like