મ્યુનિ. ચૂંટણીઃ પ્રચાર માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ

અમદાવાદ: આગામી રવિવારે યોજાનારી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ માટે રાત થોડી અને વેશ ઝાઝાનો ઘાટ સર્જાયો છે. આજના લાભપાંચમના શુભ િદવસથી આ બંને રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યાલયો ધમધમવા લાગ્યા છે.

ભાજપે આવતી કાલે શહેરમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલનો રોડ શો યોજ્યો છે. તદ્ઉપરાંત તમામ વોર્ડમાં િદવાળીના સ્નેહ સંમેલનનું ધમધમાટ શરૂ કર્યો છે. જે આગામી ૧૮ નવેમ્બર સુધી ચાલશે. તેમજ આજથી ત્રણ િદવસ સુધી અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ અને ગાંધીનગર સંસદીય મત વિસ્તારના બૌદ્ધિક સંમેલન યોજાશે.

દરમિયાન ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા બુધવાર તા.૧૮ નવેમ્બરથી સાંજે કોટ વિસ્તારમાં જાહેર સભાઓ કરશે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી આવતી કાલે સાંજે સાબરમતી, ગોતા, સ્ટેડિયમ સહિતના પશ્ચિમ વિસ્તારોને ધમરોળશે.

કોંગ્રેસના ચાર અગ્રણી નેતાઓ પૈકી પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ શહેર પ્રભારી સિદ્ધાર્થ પટેલે ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરી રહ્યા છે. આજે તેઓ ઠક્કરબાપાનગરમાં જાહેર સભા કરશે. વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ તા.૧૮ નવેમ્બરે વસ્ત્રાલ વગેરે વિસ્તારોમાં જનસભાને સંબોધશે.

મતદારો સમક્ષ કોંગ્રેસ દ્વારા હાઈટેક પ્રચારના ચાર એલઈડી રથ ફરતા મૂક્યા છે. આ ચારે રથ શહેરના વિભિન્ન વિસ્તારોમાં ફરશે. જેમાં અમદાવાદમાં કોંગ્રેસ શું કરવા માગે છે તેની ‘વીડિયો ક્લિપ’થી મતદારોને વાકેફ કરાશે. આ ઉપરાંત સિદ્ધાર્થ પટેલ અને શહેર પ્રમુખ ચેતન રાવલ પણ મતદારોને ‘પંજા’ને મત આપવા અપીલ કરશે.

You might also like