બાળકોને ઘણો પસંદ આવશે મિની પાવ ભાજી બર્ગર

પાવ ભાજીની જેમ જ સ્વાદિષ્ટ અને મજેદાર લાગશે આ મિની પાવ ભાજી બર્ગર. તેના માટે ભાજી એવી જ બનાવામાં આવે છે જેવી પાવ ભાજી માટે બનાવામાં આવે છે, પરંતુ પાવ બનની સાથે આ ભાજીની મજા કંઇક અલગ છે.

એક નજર…
રેસિપી ક્વિજીન : ઇન્ડીયન
કેટલા લોકો માટે : 4 – 6
સમય : 15 થી 30 મીનિટ
મીલ ટાઇપ : વેજ
આવશ્યક સામગ્રી….
– 2 મોટી ચમચી બટર
– અડધો કપ કાપેલી ડુંગળી
– એક નાની ચમચી લસૂણની પેસ્ટ
– એક કપ કાપેલી લીલી શિમલા મિર્ચ
– અડધો કપ કાપેલા ટામેટા
– અડધો ચમચી લાલ મિર્ચ પાવડર
– એક મોટી ચમચી પાવ ભાજી મસાલો
– એક કપ બાફેલા બટાકાના ટૂકડા
– 3/4 કપ બાફેલી મિક્સ વેજીટેબલ (ગાજર, મટર, કોબી વિગેરે)
– 2 ચમચી કાપેલી કોથમરી
– એક મોટી ચમચી લીંબુનો રસ
– સ્વાદ અનુસાર મીઠું
– 6 નાના બર્ગર બન
– આવશ્યક અનુસાર બટર
– સજાવટ માટે ડૂંગળીના ટૂકડા
– એક પૈન, એક તવા

બનાવવાન રીત…
– સૌથી પહેલા પૈનમાં માખણ નાંખીની મીડીયમ ગેસ પર ગરમ કરવા રાખો.
– જ્યારે માખણ સરખી રીતે ગરમ થઇ ત્યાર તેમાં કાપેલી ડૂંગળી અને લસણની પેસ્ટ નાંખો.
– એક મિનીટ સુધી ગરમ થયા બાદ તેમાં શિમલા મિર્ચ, ટામેટા, લાલ મિર્ચ પાવડર અને પાવ ભાજી મસાલા નાંખીને 2 મિનીટ સુધી ગરમ કરો.
– ત્યારબાદ બટેકા, વેજીટેબલ, કોથમરી, લીંબૂનો રસ અને મીઠું નાખી દરેક વસ્તુઓને ગરમ કરો.
– આ મિશ્રણને છ બરાબર ભાગમાં વેંચો.
– મીડીયમ ગેસ પર તવાને ગરમ કરવારાખો
– બર્ગરને વચ્ચેથી કાપીને તવા પર થોડુ શેકી નાંખો.
– તૈયાર મિશ્રણનો હિસ્સો બર્ગરની ઉપર રાખો. તેની ઉપર એક ડૂંગળીનો ટુકડો રાખી સજાવટ કરો.

You might also like