મગજમાંથી અણગમતી યાદો ભૂંસી શકાય એવું મિકેનિઝમ શક્ય છે

જીવનમાં કેટલીક કડવી અને અતિપીડાદાયક ઘટનાઓ એવી હોય છે કે યાદ આવે તોય વ્યક્તિને બેબાકળી કરી દે. કોઇ અેક્સિડન્ટ આઘાતજનક ઘટનાનાં પડઘમ મગજમાં વાગ્યાં કરતાં હોય તો વ્યક્તિ ભૂતકાળ ભૂલીને જીવનમાં આગળ વધી શકતી નથી. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના ન્યૂરોસાયનિટસ્ટોનું કહેવું છે કે ભૂતકાળના કેટલાક અનુભવોને મેનિપ્યુલેટ કરવાનું શક્ય છે અને એમ કરીને જૂની અણગમતી યાદને સ્થાને તમે સુધારેલી યાદ મગજમાં સ્ટોર કરી શકો. આવું કઇ રીતે શક્ય બને એનો રસ્તો વિજ્ઞાનીઓને જડી ગયો છે. એને અમલમાં કઇ રીતે મૂકવો કે જેથી મગજની અન્ય કાર્યક્ષમતાઓને લેશમાત્ર પણ ફરક ન પડે એની શોધ હવે ચાલી રહી છે. યાદને મગજમાં સંઘરવા માટે ખાસ પ્રોટીન્સની જરૂર પડે છે. એ પ્રોટીનને ડીઅૅક્ટિવેટ કરી દેવામાં આવે તો ચોક્કસ આઘાતજનક અને બેચેન કરનારી યાદોને ઇલેકિટ્રકલ તરંગો વડે બદલી શકાય છે.
http://sambhaavnews.com/

You might also like