એક એવો જાદુઇ કુવો કે જ્યાં આવે છે અનેક મુલાકાતીઓ

આજે દુનિયામાં લોકો ફરવા માટે અલગ-અલગ જગ્યાએ જતાં હોય છે. ને એમાંય લોકો એવી જગ્યાઓ વધુ પસંદ કરે છે કે જ્યાં કંઇક ને કંઇક નવીનતા હોય. પરંતુ તમને એક વાત સાંભળીને જરૂરથી નવાઇ લાગશે કે લોકો કુવો જોવા પણ જતાં હોય છે. પરંતુ તમને અમે જણાવી દઇએ કે પુર્તગાલનાં સિન્તારામાં એક જાદુઇ કુવો આવેલ છે કે જેને લોકો જોવા માટે ઘણે દૂર-દૂરથી લોકો આવતાં હોય છે. દેશ-વિદેશનાં એમ તમામ પર્યટકો અહીં કુવો જોવા માટે આવતા હોય છે. તમને જણાવી દઇએ કે લેડીરિનથિક ગ્રોટા નામનાં આ કુવાની ઊંડાઇ ઓછામાં ઓછી ચાર માળ બરાબર છે.

જેમ-જેમ કોઇ વ્યક્તિ આ કુવાની નીચે જાય છે તેમ-તેમ આ કુવો વધુને વધુ ઊંડો થતો જાય છે. પરંતુ આ કુવાની એક વિશેષતા એ પણ છે કે આ કુવામાં અંદરથી પ્રકાશ આવતો હોય છે. જેથી આ કુવાને ઇચ્છાધારી કુવો પણ કહેવામાં આવે છે. લોકોની માન્યતા અનુસાર જો આ કુવામાંથી લોકો કંઇ માગતા હોય છે તો તે દરેક લોકોની ઇચ્છા અવશ્ય પૂર્ણ થાય છે.

આ કુવાને ધ ઇનવર્ટેડ ટાવર તેમજ સિન્ટ્રા પણ કહેવામાં આવે છે. આ કુવાની પાસે અન્ય એક નાનો કુવો પણ આવેલ છે અને બંને કુવાઓ એકબીજાં સાથે સુરંગોથી જોડાયેલ છે. આ કુવામાં પાણી ન હોવાંને કારણે પ્રવાસીઓ આ કુવામાં નીચે સુધી પણ જઇ શકે છે.

You might also like