સાયકન કેનાલમાંથી વેડફાતું લાખો લીટર પાણી, પૂર્વ CM આનંદીબેને કર્યું હતું લોકાર્પણ

જગત ભલે વોટર ડેની ઉજવણી કરતુ હોય પરંતુ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના દ્રશ્યો વોટર ડે માટે લપડાક સમાન છે. તંત્રની બેદરકારીથી અહી કેટલાય સમયથી લાખ્ખો કરોડો લીટર પાણી લીકેજના કારણે વેડફાઈ રહ્યું છે. પાટણ જીલ્લામાં સાંતલપુર પાસે પસાર થતી સાયફન કેનાલમાં છેલ્લા એક વર્ષ ઉપરાંત સમયથી કેનાલનું પાણી લિકેજ થઇ રહ્યુ છે.

આ કેનાલ રણવિસ્તારને જોડતી અઢી કિલોમીટર અંડર ગ્રાઉન્ડ લાંબી છે. આ લાઈનનું લોકાર્પણ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેને કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યુ હતું. આ સાયફન કેનાલની ગુણવાતામાં કોન્ટ્રાકટરો દ્વારા હલકી ગુણવાતાનો માલ સામાન વાપર્યા હોવાના આક્ષેપો થયેલા છે.

જોકે તે હવે આ આક્ષેપો સાચા અર્થમાં સાચા સાબિત થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કપરી પરિસ્થિતિમાં આ વિસ્તારમાં લાખો લીટર પાણી જવાબદાર અધિકારીઓની બેજવાબદારીના લીધે વેડફાઈ રહ્યું છે.

You might also like