સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો

728_90

સુરત: સુમુલ ડેરી દ્રારા ફરી એકવખત દૂધનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્રારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ.2નો વધારો કરવાની જાહેરાત કરાવામાં આવી છે. આ ભાવવધારો 16 તારીખ લાગૂ પડશે. જેનાં કારણે મધ્યમવર્ગીય અને ગરીબવર્ગનાં પરિવારો પર ફરી એકવખત ફટકો પડશે.

થોડા દિવસ પહેલાં જ અમુલ દ્રારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે સુરતની સુમુલ ડેરી દ્રારા પણ સુમુલ દૂધનાં ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો અમલી કરવામાં આવ્યો છે. 16 તારીખ ગુરૂવારથી આ વધારો અમલી કરાશે. જે ભાવવધારો કરવામાં આવ્યો છે તેનાં પાછળ આ કારણો જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

1). ગત ચોમાસે વરસાદ ઓછો થતાં સુરત અને તાપી જિલ્લાનાં કેટલાંક ભાગોમાં અછતની પરિસ્થિતિ પ્રવર્તે છે. ઓછા વરસાદને કારણે પશુ આહારમાં વપરાતાં રો-મટીરીયલમાં અસામાન્ય ભાવવધારો થયો છે.

2). સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘાસચારાની તંગીના કારણે આપણા વિસ્તારમાં ઘાસચારાની કિંમતમાં વધારો થયો છે.

3). પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપીને દૂધ વ્યવસાયમાં ટકાવી રાખવા માટે ભાવવધારો જરૂરી છે.

4). પેકિંગ ખર્ચ,ગેસ કેમીકલનાં ભાવમાં વધારો થયો છે.

5). સર્વિસ ટેક્ષમાં 0.5 ટકા વધારો થવાના કારણે ખર્ચને પહોંચી વળવા દૂધના ભાવમાં વધારો કરાયો છે.

6). દુધાળા પશુઓની ખરીદકિંમત 50 હજાર થી વધીને 1 લાખ સુધીની થવા પામી છે.

આ સિવાય દૂધની અન્ય કોઇ પ્રોડક્ટમાં વધારો કરાયો નથી
સુરતમાં રોજનાં લગભગ 45 થી 50 લાખ લોકો સુધી રોજનાં 9 લાખ 50 હજાર લિટર જેટલું દૂધ પહોંચાડવામાં આવે છે અને હવે પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થતાં લોકોનાં ખિસ્સા પર અસર પડશે. ગુજરાતની અન્ય ડેરીઓ દ્વારા ભાવ વધારો કરતા સુમુલના દૂધ અને તેના દૂધના ભાવ સરખા થયા હતા, જો કે હવે ફરીવાર દૂધના ભાવમાં વધારો કરતા સુરતીઓને ગુજરાતમાં સૌથી વધારે મોંઘુ દૂધ પ્રાપ્ત થશે.

You might also like
728_90