અમૂલ દૂધમાં લિટરે 2 રૂપિયાનો તોળાતો ભાવ વધારો

આણંદઃ મોંઘવારી સામે બાથ ભીડી રહેલી પ્રજાને ફરી એક વખત મોંઘવારીનો માર પડવા જઇ રહ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલનું માર્કેટિંગ કરે છે. તેમણે ચીઝ, બટર, ઘી, છાશ અને આઇસ્ક્રિમ જેવી ડેરી પ્રોડક્ટ પર ભાવ વધારો ઝીકી દીધો છે. ત્યારે હવે દૂધની કિંમતમાં પણ પ્રતિ લિટર બે રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરી છે. માર્ચ મહિનાથી આ ભાવ વધારો લાગુ થવાના છે.

આ અંગે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ કહ્યું છે કે મે 2014 સુધી દૂધી સિવાયની દરેક ડેરી પ્રોડક્ટના ભાવ સ્થિર રહેતા હતા. છેલ્લાં બે ત્રણ મહિનામાં અમે બટર, ઘી, છાશ અને આઇસ્ક્રિમમાં ભાવ વધાર્યા છે. ખેડૂતોને વધારે કિંમત ચૂકવવી પડતી હોવાથી દૂધના ભાવમાં વધારો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૂન 2016માં દૂધની કિંમતમાં ભાવ વધારે પ્રતિલિટર 2 રૂપિયા કરાયો હતો. ત્યારે હવે ફરી માર્ચ મહિનામાં પ્રતિ લિટર 2 રૂપિયા ભાવ વધારો થવાનો છે.

http://sambhaavnews.com/

You might also like