ઇરાકી સેનાના હુમલામાં ISના રર આતંકવાદી મર્યા

રમાદી: ઇરાકના પશ્ચિમ વિસ્તારના અનબરમાં ઇરાકી સેના સાથે થયેલ મૂઠભેડ દરમિયાન આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના રર ત્રાસવાદી મરી ગયા છે એટલું જ નહીં ઇરાકી સેનાએ રમાદી શહેરને પણ આઇએસ કબજામાંથી આઝાદ કર્યું હતું, જેના પછી સેંકડો પરિવાર પોતાના ઘરે પરત ફરવા લાગ્યા હતા.

સુરક્ષાદળો અને પેરામિલિટરી સુન્ની જવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલ સંયુક્ત અભિયાન દરમિયાન બગદાદથી ૧૬૦ કિલોમીટર દૂર પશ્ચિમી ‌િહત શહેરના કેટલાક ભાગને આઇએસના કબજામાંથી મુક્ત કરવા જંગ ચલાવવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં સંયુક્ત દળોની ટીમે કેટલાક ભાગને આઝાદ કરાવ્યો છે. ‌િહત શહેરનો મોટા ભાગનો હિસ્સો અને ઉમ્મલ જિલ્લો અલકાયદાના કબજામાં છે. આ વિસ્તારમાં પણ સુરક્ષા દળોને સફળતા મળી છે.

You might also like