સિરિયાના ૪૨ સૈનિકને મોતને ઘાટ ઉતારતા આતંકવાદીઓ

દમિશ્ક: સિ‌રિયામાં અલ કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી ગ્રૂપ નુસરા ફ્રન્ટ દ્વારા ગઈ કાલે આઈઅેસઆઈઅેસ (ઈસ્લામિક સ્ટેટ)ની સ્ટાઈલમાં અેક વીડિયાે વાઈરલ થયાે છે, જેમાં આતંકવાદીઆે સિ‌રિયાના ૪૨ સૈનિકાેની ગાેળી મારી હત્યા કરી નાખે છે.

ન્યૂઝ સાઈટ વાેકેટિવના અહેવાલ મુજબ તેની શરૂઆત જંગથી થાય છે. અેવું માનવામાં આવે છે કે ૨૩ મિ‌નિટની આ વીડિયાે ‌ક્લિપને ડ્રાેનથી બનાવવામાં આવી છે. ત્યાર બાદ આતંકવાદીઆે યુદ્ધમાં પકડાયેલા સિ‌રિયાના સૈનિકાેના ઈન્ટરવ્યૂ લેતા જાેવા મળે છે. વીડિયાેના અંતમાં ૪૨ સિ‌રિયાના સૈનિકની પાછળ ઊભેલા ૪૨ બંદૂકધારીઆે જાેવા મળે છે. અેવું માનવામાં આવે છે કે ઈદલિબ સુબાના અબુ અલ-દુહુર અેરબેઝમાં આ કત્લેઆમને અંજામ આપવામાં આવ્યાે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં નુસરા ફ્રન્ટે આ અેરબેઝ પર કબજાે કર્યાે હતાે.

આતંકવાદી જૂથ નુસરા ફ્રન્ટનાે આ વીડિયાે આઈઅેસઆઈઅેસની સ્ટાઈલ સાથે ઘણાે મળતાે આવે છે, જેમાં નુસરા ફ્રન્ટ પણ આઈઅેસઆઈઅેસની જેમ જ સૈનિકાેને માેતને ઘાટ ઉતારતાં પહેલાં તેમને માેતનું ફરમાન સંભ‍ળાવે છે. આતંકવાદી જૂથે સૈનિકાેને સિ‌રિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના વફાદાર ગણાવી તેમની હત્યા કરી હતી. તેમણે અસદને ક્રિ‌મિનલ ડિકટેટર ગણાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અલ કાયદા અને આઈઅેસઆઈઅેસ વચ્ચે સિ‌રિયામાં તેમનાે પ્રભાવ વધારવા હાેડ જામી છે, પરંતુ આ લડાઈ હવે ગ્લાેબલ થઈ ગઈ છે.

તાજેતરમાં જ આફ્રિકી દેશ માલીની હાેટલ પર આતંકવાદી હુમલાે થયાે હતાે, જેમાં આતંકવાદીઆેઅે હાેટલમાં રહેલા ૧૭૦ લાેકાેને બંધક બનાવી લીધા હતા. હુમલાની જવાબદારી લેવાના મુદે આ બંને આતંકવાદી સંગઠનના ટેકેદારાે વચ્ચે અાેનલાઈન વિવાદ થયાે હતાે. સિ‌રિયામાં ૨૦૧૧થી સિવિલ વાેર ચાલુ છે. ત્યાં ફ્રી સિ‌રિયન આર્મી જેવા અનેક ગ્રૂપ રાષ્ટ્રપતિ બશર અલ અસદની વફાદાર આર્મી સામે લડી રહ્યાં છે.

You might also like