માત્ર 3 જ દિવસમાં ઊતારો 4 કિલો વજન

ઓછા સમયમાં ઝડપથી વજન ઘટાડવા માટે હાલ અમેરિકામાં મિલેટ્રી ડાયટ ખૂબ જ જાણીતો બની રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ડાયટ પ્લાનને સપ્તાહમાં 3 દિવસ અપનાવાથી 4 કિલો સુધીનું વજન ઓછું કરી શકાશે. આ ખૂબ જ લો કેલેરી ડાયટ પ્લાન છે. એટલા માટે જ્યારે એને ફોલો કરીએ છીએ તો કેલેરી કન્ઝમ્પશન અચાનકથી ઓછું થવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

પહેલો દિવસ
બ્રેકફાસ્ટ
એક ટોસ્ટની સ્લાઇસ અને 2 ચમચી પીનટ બટર, અડધો ગ્રેપફ્રૂટ, એક કપ કોફી અથવા ચા

– કોફીની જગ્યાએ ગ્રીન ટી પી શકો છે.
– ગ્રેપફ્રૂટની જગ્યાએ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને પી શકો છો. આ બોડીમાં ફેટ બર્નિગમાં હેલ્પફુલ છે.
– બ્રેડની જગ્યાએ અડધો બાઉલ ભાત લઇ શકો છો.
– પીનટ બટરની જગ્યાએ સોયા અથના સોયા અથવા બદામના બટરનો ઉપયોગ કરી શકો છો.

લંચ
એક સ્લાઇસ ટોસ્ટ, અડધો કપ ટ્યૂના ફિશ, એક કપ ચા અથવા કોફી
ફીશની જગ્યાએ 30 ગ્રામ પનીર અથવા ટોફૂ લઇ શકો છો.
ચા ની જગ્યાએ 10 બદામ અથવા 3 4 અખરોટ ખાઇ શકો છો.

ડીનર
એક બાઉલ મીટ, એક કપ લીલા શાકભાજી, એક નાનું સફરજન, અડધું કેળું, એક કપ વેનીલા આઇસ્ક્રીમ
મીટ ના ખાનારા લોકો એક કપ પનીર અથવા એક બાઉલ દાલ લઇ શકો છો.

બીજો દિવસ
બ્રેકફાસ્ટ
એક સ્લાઇસ ટોસ્ટ, એક હાર્ડ બોઇલ્ડ એગ, અડધું કેળું, એક કપ કોફી અને ચા

લંચ
એક હાર્ડ બોઇલ્ડ એગ, એક કપ કોટેજ ચીજ, 5 સાલ્ટિન ક્રેકર્સ, એક કપ કોફી અથવા ચા ૉ

ડિનર
બે હોટ ડોગ્સ બન વગર, અડધઓ કપ ગાજર અને અડધો કપ બ્રોકલી, અડધું કેળું અને અડધો કપ વેનિલા આઇસ્ક્રીમ

ત્રીજો દિવસ
બ્રેકફાસ્ટ
એક સ્લાઇસ શેડર ચીજ, 5 સાલ્ટિન ક્રેકર્સ, એક નાનું સફરજન, એક કપ કોફી અથવા ચા

લંચ
એક સ્લાઇસ ટોસ્ટ, એક ઇંડું, એક કપ કોફી અથવા ચા

ડિનર
એક કપ ટ્યૂના ફીશ, અડધું કેળું, એક કપ વેનિલા આઇસ્ક્રીમ

– ધ્યાનમાં રાખો કે બાકીના ચાર દિવસ હેલ્ધી ફૂડ ખાવ અને પ્રયત્ન કરો કે રોજ 1500 કેલેરીથી ઓછો ઇન્ટેક રહે.
– પૂરા ડાયટ દરમિયાન પાણી ભરપૂર રહો. કોલ્ડ્રિંક્સ, આર્ટિફીશીયલ સ્વીટનર્સથી દૂર રહો.
http://sambhaavnews.com/

You might also like