સૈન્ય કેમ્પની સલામતી માટે સેનાને ૧૮૦૦ જવાનની જરૂર

નવી દિલ્હી: ભારતીય સેનાને સૈન્ય કેમ્પની સુરક્ષા માટે વધુ જવાનોની જરૂરિયાત છે. સેનાએ રક્ષા મંત્રાલય સાથે ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સ (ડીએસસી)ના ૩૭૦ નવા પ્લાટૂન્સ (લગભગ ૧૮,૦૦૦ જવાન)ની સ્થાપનાને મંજૂરી આપવાની માગણી કરી છે. સેનાને દેશની પ્રમુખ સૈન્ય સંસ્થાઓ અને કેમ્પની સુરક્ષા માટે શ્રેષ્ઠ ટ્રેનિંગ મેળવવા અને અત્યાધુનિક હથિયારો, જેમ કે એકે-૪૭ એસોલ્ટ રાઇફલ્સ, લાઇટ મશીન ગેસ રાખતા જવાનોની જરૂર છે.

પૂર્વ ઉપસેના પ્રમુખ લેફ. જનરલ ફિલિપ કેમ્પોસની અધ્યક્ષતામાં બનેલી કમિટીના રિપોર્ટના આધારે સેના તરફથી આ માગ ઊઠી છે. કેમ્પોસ કમિટીએ પોતાના એક વર્ષના વ્યાપક ઓડિટમાં સૈન્ય સંસ્થાઓની સુરક્ષામાં ઘણી બધી ખામીઓ જોઇ છે. ગયા વર્ષે મે મહિનામાં કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. પઠાણકોટ હુમલા બાદ સૈન્ય અને સુરક્ષા મથકોની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે રક્ષા મંત્રાલયે દેશના પૂર્વ સેના પ્રમુખ લેફ. જનરલ ફિલિપ કેમ્પોસની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. ત્યારબાદ ત્રણેય સૈન્ય મુખ્યાલયમાં સુરક્ષાના ઉપાયોને લઇને વાતચીત થઇ છતાં પણ સરકાર કમિટીની ભલામણોને લાગુ કરી શકી નથી.

એક વાર સમગ્ર સેનાની પુનઃ રચના કરવાની જરૂરિયાત છે. જૂની અંગ્રેજોના જમાનાની વ્યવસ્થા આજના સમયમાં એકદમ અવ્યવહારિક છે. મેજર જનરલ અને ઉચ્ચ અધિકારીઓ અહીં નોકરોની જેમ કામ કરે છે, જે ગુલામ માનસિકતાને પ્રદર્શિત કરે છે.

રક્ષા મંત્રાલયનું કહેવું છે કે કેમ્પોસ કમિટીની પેનલની ભલામણોના આધારે આર્મી, નેવી અને એરફોર્સને વિસ્તૃત દિશાનિર્દેશ જારી કરાશે. સાથે-સાથે સેનાનાં ત્રણેય અંગોએ પોતાની સિક્યોરિટી ઓડિટ કરી લીધી છે, જે પછી કોઇ પણ પ્રકારની ખામીના સમાધાન માટે પગલાં ભરાશે. હજુુ ઘણાં બધાં પગલાં ભરવાનાં બાકી છે. કેમ્પોસ કમિટીએ સુરક્ષા માટે અત્યાધુનિક પ્રણાલી અપનાવવાની વાત કરી હતી. આ ઉપરાંત જવાનોને અત્યાધુનિક હથિયાર, બુલેટપ્રૂફ જેકેટ અને નાઇટ વિઝન ડિવાઇસ ઉપલબ્ધ કરાવવાની પણ ભલામણ કરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like