જમ્મુ-કશ્મીરઃ અનંતનાગમાં CRPF વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ

જમ્મુ-કશ્મીરઃ ઘાટીમાં આતંકીઓએ એક વાર ફરી સુરક્ષાદળોને ટાર્ગેટ કરી હુમલો કર્યો છે. જાણકારી અનુસાર આતંકીઓએ અનંતનાગમાં સીઆરપીએફનાં વાહનોને નિશાન બનાવીને તેમનાં પર હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ જવાનોનાં ઘાયલ થયાનાં સમાચાર મળ્યા છે.

હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ લીધી છે. એમનો દાવો છે કે અનંતનાગ હુમલામાં એમનાં જૂથે ઘણું ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલા બાદ આ આતંકીઓ મોકો જોઇને ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. જો કે હાલમાં સુરક્ષાદળોએ આ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ પણ ચાલુ છે. આ હુમલામાં 5 જવાન ઘાયલ થયા છે જેમને તત્કાલ પરિસ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.

You might also like