જાકિર મૂસા બન્યો હિઝબુલનો નવો કમાન્ડર, ભારતને આપી ધમકી

નવી દિલ્હી: આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનએ જમ્મુ કાશ્મીરમાં જાકિર મૂસાને નવો કમાન્ડર બનાવ્યો છે. જાકિર મૂસાને બુરહાન વાનીની જગ્યાએ નવો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. આ સાથે જાકિર મૂસાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જાકિસ મૂસા ભારત વિરુદ્ધ ભડકાઉ વાતો કરી રહ્યો છે અને ધમકી આપી રહ્યો છે. આ વીડિયોમાં આતંકીઓને કહી રહ્યો છે કે જે હુમસા ચાલી રહ્યા છે તેને ચાલુ રાખો, કારણ કે ભગવાન શાંતિ રાખનાર લોકો સાથે છે. આઝાદીનો સૂરજ આપણે જરૂરથી જોઇશું.

ભારતને ધમકી આપતાં મૂસાએ કહ્યું કે આ વખતે ફોજ, પોલીસ કે ઇન્ડિયન એજન્સીઓને મારે કહેવાની જરૂર નથી, કારણ કે તેમને પોતે ખબર છે કે આ વખતે તેમનો મુકાબલો કોણી સામે છે. અમે ધમકીઓ આપવામાં નહીં પણ એક્શન કરવામાં માનીએ છીએ.

મૂસાએ આગળ કહ્યું કે જે ભાઇઓને અમારી સાથે જોડાવવું છે તેનું અમે વેલકમ કરીએ છીએ. તો બીજી બાજુ રક્ષા વિશેષજ્ઞ જી ડી બખ્શીએ જિકાર મૂસાના વીડિયો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે વીડિયો બનાવીને મૂસાએ પોતાના મૃત્યુ પર સહી કરી છે.

નોંધનીય છે કે હિઝબુલ મુઝાહિદીનનો જૂનો કમાન્ડર બુરહાન વાનીને સેનાએ 8 જુલાઇએ મારી નાંખ્યો હતો. આ આતંકી સંગઠન કાશ્મીરમાં ખૂબ હુમલા કરી ચૂક્યા છે. વાનીના મૃત્યુ પછી કાશ્મીર ઘાટીમાં તણાવ વણસાયેલો છે.

You might also like