અફઘાનિસ્તાનમાં સૈન્ય કેમ્પ પર હૂમલામાં 140 સૈનિકોનાં મોત

કાબુલઃ અફઘાનિસ્તાના એક સૈન્ય ઠેકાણા પર તાલિબાન આતંકવાદિયોએ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં 50થી વધારે સૈનિકો માર્યા ગયા હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તાલિબાન આતંકિયોએ બાક વિસ્તારમાં મસ્જિદમાં સૈનિકોના ઠેકાણા પર હુમલો કર્યો હતો.


મળતી માહિતી મુજબ સેનાના વેશમાં આતંકવાદીઓ હતા જેઓ અચાનક સૈન્ય બેસમાં ધૂસી આવ્યાં હતા. આતંકિયોએ બેસમાં હાજર સૈનિકો પર તાડબતોડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. અમેરિકી સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે  અફઘાનિસ્તાનમાં સૈન્યને નિશાન બનાવીને કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં 50 સૈનિકો માર્યા ગયા છે.
અફઘાનિસ્તાન આર્મી કમાન્ડોના પ્રવક્તા પ્રમાણે 6 આતંકવાદી સેનાના વેશમાં વર્દી પહેરીને બે વાહનોમાં આવ્યા હતા. આ હુમલામાં આતંકવાદીઓના માર્યાગયાના સમાચાર પણ સામે આવ્યાં છે. સૈન્ય મુખ્યાલય અફઘાનિસ્તાન નેશનલ આર્મીમાં 209મી કોર્પ્સનું મુખ્યાલય છે. તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે.

http://sambhaavnews.com/

You might also like