દીપિકાનો હાથ પકડીને રણબીરે કહી એવી વાત કે, મા નીતૂ પણ થઇ ગઇ ખુશ

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ બોલિવુડના એક્સ કપલમાંથી એક છે જેની કેમેસ્ટ્રી ઑડિયન્સ હંમેશા પસંદ કરે છે. એક્સ લવર્સ રણબીર અને દીપિકા એકબીજાનો હાથ પકડીને મનિષ મલ્હોત્રાના મિજવા ફેશન શો 2018માં રેમ્પ વૉક કર્યુ.

ઓછા મેકઅપ લૂકમાં જોવા મળેલી દીપિકાએ ગ્લિટરી ગાઉન પહેર્યુ હતુ અને સાથે ઇયરરિંગ્સ પહેરી અને હેરસ્ટાઇલમાં પૉનીટેલ લીધી હતી.

જ્યારે બીજી તરફ રણબીરે બ્લેક અને ક્રીમ ફ્લોરલ શેરવાની પહેરી હતી.જો તમે વિચારતા હોવ કે આ ઈવેન્ટની ખાસિયત બંને વચ્ચેની જબરદસ્ત કેમેસ્ટ્રી રહી તો તમે ખોટા છો.

રેમ્પ વૉક પછી રણબીર કપૂરે કહ્યુ કે, ”મારી માતા હંમેશા કહે છે કે પુરુષ મહિલાઓની જેટલી ઈજ્જત કરે છે તેટલો જ તે સારો છે. એક પુરુષ પોતાની પત્ની, બહેન, દીકરી અને માતાને જે બનવું હોય તે બનવાની તક આપે તેટલો તે સારો છે. હું ઈમાનદારીથી તેવો બનવાની કોશિશ કરી રહ્યો છું.”

રણબીરની આ સ્પીચ સાંભળ્યા પછી ત્યાં હાજર તેની માતા નીતૂ કપૂર જ નહીં પરંતુ દીપિકા પાદુકોણ પણ ઈમ્પ્રેસ થઈ.

મેજવા ફેશન શો છેલ્લા 8 વર્ષોથી મેજવા વેલફેર સોસાયટી દ્વારા આયોજિત કરાય છે. જાણીતા ઉર્દૂ કવિ અને લેખક કૈફી આઝમીએ 1993માં આ વેલફેર સોસાયટીની સ્થાપના કરી હતી. આ વેલફેર સોસાયટી ગામડાંમાં રહેતી મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. દર વર્ષે યોજાતા મેજવા ફેશન શો દ્વારા NGOએ કરેલા કાર્યો પર પ્રકાશ પાડવામાં આવે છે. NGO હેઠળ કૈફી આઝમી સ્કૂલ, કૈફી આઝમી કમ્પ્યૂટર સેંટર, કૈફી આઝમી સીવણ-ગૂંથણ કેંદ્ર ચલાવવામાં આવે છે.

You might also like