આ વખતે લાંબો સમય પડશે ઠંડી, પ્રવાસી પક્ષીઓએ આપ્યા સંકેત

જયપુર: રાજસ્થાનના પશ્વિમી જિલ્લાના તળાવો અને સરોવરોમાં સુંદર દેશોમાંથી આવનાર પ્રવાસી પક્ષીઓએ અહીં પહોંચવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં આવનાર આ પ્રવાસી પક્ષી આ વખતે એક મહિના પહેલાં જ દેખાઇ રહ્યાં છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પક્ષીઓનું જલદી આવવું એ વાતનો સંકેત છે કે આ વખતે ઠંડી લાંબો સમય રહેશે.

રાજસ્થાનના જોધપુરમાં ફલોદી, ખીંચન, બિશ્નોઇન, ગુઢા, મંડોર સુરપુરા સમંદ, વગેરે તળાવો અને સરોવરોમાં આ પ્રવાસી પક્ષી ઉત્તર એશિયા, મંગોલિયા, ચીન, સાઇબેરિયા સહિત ઘણા દેશોમાંથી આવે છે. આ પક્ષી ઠંડીમાં અહીં રહે છે અને આ દરમિયાન પ્રજનન પણ કરે છે. સામાન્ય રીતે આ પક્ષી ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી આવવાનું શરૂ કરે છે અને ફેબ્રુઆરીના અંત સુધી રહે છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયા એટલે કે એક મહિના પહેલાં જ અહીં જોવા મળી રહ્યાં છે. તેમણે અહીં કુરજાં કહેવામાં આવે છે.

જોધપુરના સુરપુરા બંધ પર સોમવારે ભગભગ 200 કુરજાં જોવા મળ્યા હતા. ખીંચનમાં પહેલાંથી જ 300 કુરજાં પહોંચી ચુક્યા છે. આગામી કેટલાક દિવસોમાં તેમની સંખ્યા હજારોમાં પહોંચી જશે. શિયાળામાં આ પક્ષી પર્યટકો માટે મોટું આકર્ષણ હોય છે. પક્ષી તજજ્ઞોનું કહેવું છે કે આ વખતે પક્ષી જલદી આવ્યા છે અને તેથી લાગે છે કે ઠંડી લાંબી પડશે. તેનું પ્રજનન પણ વધુ થશે.

You might also like