માઈગ્રેનના દર્દીઓને હાર્ટઅેટેકનું જોખમ વધુ

જે મહિલાઓની માઈગ્રેનના કારણે માથાના દુખાવો રહેતો હોય તેમને હાર્ટએટેક અને સ્ટ્રોક અાવવાનું જોખમ વધી જાય છે. માઈગ્રેન ધરાવતા લોકોને હાર્ટએટેક અને સ્ટ્રોકના કારણે નાની ઉંમરે મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. માઈગ્રેન એટલે કે અાધા શીશીના દરદીઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિઝના કારણે મૃત્યુનું જોખમ વધે છે. સંશોધકોએ ૨૫થી ૪૨ વર્ષની દોઢ લાખ મહિલાઓ પર અભ્યાસ કર્યા બાદ અા તારણ કાઢ્યું હતું.

You might also like