માઈગ્રેનના દર્દીઓએ વિટામિન-‘ડી’નું પ્રમાણ ચેક કરાવવું

માઈગ્રેનનું માથાનો દુખાવો કેવો જબરદસ્ત હોય તે જેને થાય તે જ વ્યક્તિ સમજી શકે. ચઢ-ઊતર થતાં માથાના દુખાવા ઉપરાંત ચક્કર અને ઉલ્ટીઓ પણ સાથે લઈને અાવતો અા રોગમાં ખરેખર જોખમી છે. સંશોધકોએ નોંધ્યું છે કે મોટાભાગના માઈગ્રેનના દર્દીઓ વિટામીન-ડીની ઉણપથી પીડાતા હોય છે. માત્ર વિટામીન-ડી નહીં પરંતુ તેમનામાં વિટામીન-ડી-૨ અને કોએન્જાઈમ ક્યુ-૧૦ની પણ ઉણપ હોય છે. જો અા ઉણપ ભરી દેવામાં અાવે તો દર્દીઓને થતો માઈગ્રેનનો દુખાવો ઘટાડી શકાય છે. અા વ્યક્તિઓએ પૂરતો કુમળો સૂર્યપ્રકાશ લેવો તથા દૂધ, ચોખા, ઈંડા અને ગ્લુકોઝયુક્ત ખોરાક લેવો.

You might also like