મેંગલોર એરપોર્ટ પર નેવીના મિગ- ર૯ ફાઈટર જેટનું ટાયર ફાટ્યું

નવી દિલ્હી: ઈન્ડિયન નેવીના ફાઈટર જેટ મિગ-ર૯નું મેંગલોર એરપોર્ટ પર ટાયર ફાટતાં ફાઈટર જેટનું એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. મિગ-ર૯ ફાઈટર જેટનું હાઈડ્રોલિક ફેલ થઈ જતાં તેને એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ ફાઈટર જેટ કલાકો સુધી ત્યાં જ અટકી જતાં અન્ય ફ્લાઈટની સેવા પર પણ અસર થઈ હતી. રન-વે પર મિગ-ર૯ કલાકો સુધી પડી રહેતાં લગભગ આઠ ફ્લાઈટ પર તેની અસર પડી હતી. બાદમાં સવારે આઠ વાગ્યે રિકવરી ટીમ મોકલતાં રન-વે ક્લિયર થયો હતો. નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે.શર્માએ જણાવ્યું કે સવારે મિગ-ર૯ કે રૂટિન તાલીમ માટે રવાના થયું હતું.
http://sambhaavnews.com/

You might also like