જોધપુર: ઘર પર પડ્યું MIG 27 વિમાન, છેલ્લી ઘડીએ પાયલોટે લગાવ્યો કૂદકો

જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં સોમવારે બપોરે MIG 27 વિમાન અકસ્માતનો ભોગ બન્યું. કહેવામાં આવી રહ્યું છે કે વિમાન ક્રેશ થવાથી ત્રણ લોકોને ઇજા પહોંચી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ વિમાન ક્રેશ થતાં પહેલાં બંને પાયલોટ તેમાંથી કૂદવામાં સફળ રહ્યાં હતા.

ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિમાન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી ગઇ છે. ઘટનાની તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતાં બે ઘર ક્ષતિગ્રસ્ત થયા છે.

You might also like