મધ્યમ કદની કાર ઉપર સેસ નહીં વધારવાની માગ

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની શનિવારે મિટિંગ છે. આ બેઠક પૂર્વે કાર ઉત્પાદકોએ સરકારને અને જીએસટી કાઉન્સિલને મિડ સાઇઝ-મધ્યમ કદની કાર અલગ કેટેગરીમાં મૂકવા જણાવ્યું છે. કાર ઉત્પાદકોએ મધ્યમ કદની કારને લક્ઝુરિયસ કાર સાથે ભેગી નહીં કરવાની માગ કરી છે.

નોંધનીય છે કે સરકારે તાજેતરમાં જ વટહુકમ કરી કાર ઉપરનો સેસ ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જીએસટી કાઉન્સિલ આગામી બેઠકમાં આ અંગે નિર્ણય કરી શકે છે. કાર ઉત્પાદકોના મત મુજબ ૧૫ ટકાથી વધારીને સેસને ૨૫ ટકા કરાય તો મધ્યમ કદની કારના વેચાણ પર મોટી અસર થઇ શકે છે.

આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં કારનું ઉત્પાદન સામાન્ય રીતે અન્ય મહિના કરતા વધે છે ત્યારે તહેવારો પૂર્વે સેસમાં વધારો નહીં કરવા સરકારને અને કાઉન્સિલને વિનંતી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે જુલાઇ બાદ જીએસટીના અમલના પગલે અમુક સેગ્મેન્ટમાં ટેક્સમાં ઘટાડો થયો હોવાથી કારના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

You might also like