એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં લાર્જકેપ કરતાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં ઊંચું રિટર્ન

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં લાર્જકેપ સેક્ટર કરતાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરનું પર્ફોર્મન્સ વધુ સારું જોવા મળ્યું હતું. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમય ગાળામાં ૧૨ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સમાં ૧૦ ટકાનો સુધારો જોવાયો હતો. તેની સરખામણીએ સેન્સેક્સમાં માત્ર છ ટકાનો વધારો નોંધાયો છે.

બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સના ૧૮ સ્ટોક્સમાં પાછલા છ મહિનામાં ૧૦૦ ટકાથી પણ વધુનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ૬૯ સ્ટોક્સમાં ૫૦થી ૯૯ ટકાનો વધારો જોવાયો હતો. આ યાદીમાં ઇન્ડિયા બુલ્સ, રિયલ એસ્ટેટ, ઇન્ડિયા બુલ્સ વેન્ચર્સ, એચઇજી, ગ્રેફાઇટ ઇન્ડિયા, ફ્યુચર કન્ઝ્યુમર જેવી કંપનીઓ સામેલ છે, જ્યારે લાર્જકેપ સેક્ટરની માત્ર ત્રણ કંપનીઓ જેવી ફ્યુચર રિટેલ, ડી માર્ટ અને બજાજ ફાઇનાન્સ કંપનીના શેરમાં ૫૦ ટકાથી વધુનો એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં ઉછાળો નોંધાયો હતો.

મ્યુચ્યુઅલ ફંડોનાં ઊંચાં રોકાણ તથા વિદેશી સંસ્થાગત રોકાણકારોના શેરબજારમાં મોટા પ્રમાણમાં રોકાણ પ્રવાહના કારણે આ શેરોમાં તેજી જોવા મળી છે. મ્યુચ્યુઅલ ફંડોએ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ છ માસના સમયગાળામાં ઇક્વિટી બજારમાં રૂ. ૭૦,૪૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે પાછલાં વર્ષોના સમાન સમયગાળાની સરખામણીએ પાંચ ગણું
વધુ છે.

You might also like