મિડકેપ સેક્ટર અપ, એશિયાઈ શેરબજાર મિશ્ર ખૂલ્યાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સુધારે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૩૫ પોઇન્ટના સુધારે ૨૯,૯૬૧, જ્યારે નિફ્ટી ૧૧ પોઇન્ટના સુધારે ૯,૩૨૫ની સપાટીએ ખૂલી હતી. શરૂઆતે ૫૯૩ કંપનીના શેર ગ્રીન ઝોનમાં, જ્યારે ૧૭૯ કંપનીના શેર ઘટાડે ખૂલ્યા હતા, જોકે ઉપલા મથાળે પાછળથી વેચવાલી આવતાં બજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ સાત પોઇન્ટના ઘટાડે ૨૯,૯૧૮, જ્યારે નિફ્ટી ત્રણ પોઇન્ટના ઘટાડે ૯,૩૧૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

રિયલ્ટી સેક્ટરના શેરમાં આજે પણ સુધારાની ચાલ નોંધાઇ હતી તો બીજી બાજુ બેન્ક શેર પ્રેશરમાં, જ્યારે બેન્ક નિફ્ટી ૬૦ પોઇન્ટના ઘટાડે ૨૨,૭૦૭ની સપાટીએ ટ્રેડિંગમાં હતી.

એશિયન પેઇન્ટ, હીરો મોટો કોર્પ, એચડીએફસી, ઇન્ડિયન ઓઇલ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવાઇ હતી. તો બીજી બાજુ અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. જોકે મિડકેપ સેક્ટરના
શેરમાં આજે પણ સુધારાની ચાલ જોવાઇ હતી.

રિયલ્ટી શેરમાં આગેકૂચ
આજે એશિયાઇ શેરબજારમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે. જાપાનનો નિક્કી અને ચીનનો શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં, જ્યારે હેંગસેંગ, તાઇવાન, દક્ષિણ કોરિયાનો કોસ્પી શેરબજાર ઇન્ડેક્સ ૧૦ પોઇન્ટથી ૮૫ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિપદે મેક્રોન આવતાં તેની વૈશ્વિક શેરબજાર ઉપર મિશ્ર અસર નોંધાઇ હતી.

http://sambhaavnews.com/

You might also like