Categories: Business

મિડકેપ શેરમાં ઘટાડો એ શેરબજારમાં નરમાઈનાે સંકેત

સપ્તાહના અંતે શેરબજાર ઘટાડે બંધ થયું હતું. બીઇએસઇ સેન્સેક્સ ૧૫૨.૫૩ પોઇન્ટના ઘટાડે ૩૧,૧૩૮.૨૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૫.૦૫ પોઇન્ટના ઘટાડે ૯,૫૭૪.૯૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહમાં નિપ્ટીમાં ૦.૧૪ ટકાનો સાધારણ ઘટાડો નોંધાયો હતો, જ્યારે સેન્સેક્સમાં ૦.૨૬ ટકાનો સુધારો જોવાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી છેલ્લે ૯૬૦૦ની નીચે બંધ આવી છે તે એક નેગેટિવ સંકેત ગણાવી શકાય.

આગામી સપ્તાહની શરૂઆતે સોમવારે રમજાન ઇદ હોવાના કારણે બજાર બંધ રહેશે. આમ, ચાર દિવસનું ટૂંકું ટ્રેડિંગ સપ્તાહ રહેશે, જોકે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થવાની છે. ત્યારે આ મુલાકાત બજાર માટે મહત્ત્વની બની રહેશે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મિડકેપ સેક્ટરના શેરમાં કરેક્શન જોવા મળ્યું છે અને તેની અસર શેરબજાર ઉપર નોંધાઇ છે. નિફ્ટીએ ૯૫૬૦ની સપાટીએ સપોર્ટ કર્યો છે. માર્કેટમાં જે રીતે ચાલ જોવા મળી રહી છે તે જોતાં ટ્રેડર્સ કારોબાર કરવામાં અટકી રહ્યા છે.

આગામી સપ્તાહે જૂન એક્સપાયરી છે તે પૂર્વે બજારમાં બંને તરફની વધઘટ જોવાઇ શકે છે. સેન્ટિમેન્ટ જોતાં જો મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં વેચવાલી જોવાય તો બજારમાં વધુ ઘટાડાની ચાલ જોવાઇ શકે છે, જોકે નિફ્ટી ૯૪૦૦થી ૯૮૦૦ની રેન્જમાં કારોબારમાં રહે.

ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની અગ્રણી કંપનીઓ જેવી કે ગેઇલ, એચપીસીએલ, બીપીસીએલ, ભારત પેટ્રોલિયમ, આઇઓસી કંપનીના શેરમાં ટૂંકા સમયગાળામાં ત્રણથી પાંચ ટકાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે ત્યારે આ સેક્ટરમાં ટેક્િનકલ પુલ બેન્ક રેલી આવી શકે છે. નોંધનીય છે કે સપ્તાહમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ઇન્ડેક્સમાં ૨.૭૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આગામી સપ્તાહે ૨૮મી જૂને વધુ એયુ ફાઇનાન્સિયર્સ (ઇન્ડિયા) કંપનીનીનો આઇપીઓ ખૂલી રહ્યો છે. નાના રોકાણકારને વધુ એક આઇપીઓ ભરવાની તક મળશે.

૧લી જુલાઇથી જીએસટીની અમલવારી પૂર્વે કાપડ બજાર સહિત વિવિધ બજારોમાં જીએસટીના રેટ તથા કેટલીક વિસંગતતા સામે હડતાળ પર જવાની તૈયારીઓ કરી છે. બજારની નજર તેના પર મંડાયેલી છે. આમ, બજારમાં મોટી વધઘટ જોવાવાની શક્યતા ઓછી છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

1 day ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

1 day ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

1 day ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

1 day ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

1 day ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

1 day ago