‌મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં મજબૂત ચાલ નોંધાઈ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. વૈશ્વિક શેરબજારના સપોર્ટે તથા વિદેશી અને સ્થાનિક ફંડની લેવાલીના પગલે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઈ હતી. બીએસઈ સેન્સેક્સ ૧૨૯ પોઈન્ટના સુધારે ૩૧,૭૧૭ જ્યારે એનએસઈ નિફ્ટી ૪૪ પોઈન્ટના સુધારે ૯૯૩૨ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં આગેકૂચ જારી રહી હતી. ‌મિડકેપ સેક્ટરમાં ૦.૭ ટકા જ્યારે સ્મોલકેપ સેક્ટરમાં ૦.૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

દરમિયાન આજે બેન્ક શેરમાં નીચા મથાળે ખરીદી નોંધાઈ હતી. બેન્ક નિફ્ટી પણ ૮૯ પોઈન્ટના સુધારે ૨૪,૧૪૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓએનજીસી, ટાટા સ્ટીલ અને અદાણી પોટર્સ કંપનીના શેરમાં ૧.૩૦ ટકાથી ૧.૫૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ટાટા મોટર્સ કંપનીના શેરમાં વેચવાલી નોંધાઈ હતી. આ શેર શરૂઆતે ૦.૭૩ ટકાનો ઘટાડો નોંધાઈ રૂ.૪૧૯ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આજે જીએસટી કાઉન્સિલની મિટિંગ છે, જેમાં સરકાર ઉદ્યોગજગતને કેવી રાહત આપે છે તેના ઉપર બજારની નજર મંડાયેલી છે.

બેન્ક શેરમાં સુધારો
એસબીઆઈ ૦.૯૩ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૯૦ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૧.૦૨ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૦.૭૨ ટકા
ICICI બેન્ક ૦.૮૫ ટકા

મેટલ સેકટરના શેરમાં ઉછાળો
ટાટા સ્ટીલ ૧.૩૬ ટકા
વેદાન્તા ૧.૫૬ ટકા
સેઈલ ૧.૦૨ ટકા
જેએસડબલ્યુ સ્ટીલ ૧.૪૨ ટકા
જિન્દાલ સ્ટીલ ૧.૦૨ ટકા
હિન્દુસ્તાન ઝિંક ૧.૧૪ ટકા

સ્મોલકેપ અને મિડકેપના આ શેરમાં ડિસેમ્બર ૨૦૧૬ ત્રિમાસિક ગાળામાં મળેલ રિટર્ન
ઈન્ડિયન મેટલસ ૧૭૫ ટકા
સ્વાન એનર્જી ૧૫૨ ટકા
વામા ઈન્ડ. ૧૩૭ ટકા
એમપીએસ ઈન્ફો. ૧૩૬ ટકા
ભારતીય ગ્લોબ. ૧૩૧ ટકા
કે.એમ.સુગર મિલ્સ ૧૨૬ ટકા
એટલાસ જ્વેલર્સ ૧૧૯ ટકા
ઈન્ડિયા હોમ ૧૧૨ ટકા
કવિતા ઈન્ડ. ૧૦૫ ટકા
નીરજ સિમેન્ટ ૧૦૩ ટકા

બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સના આ શેરમાં ડિસેમ્બર ૨૦૧૬ના ત્રિમાસિક ગાળામા મળેલ રિટર્ન
મોઈલ ૪૫ ટકા
એચસીએલ ઈન્ફો. ૩૪ ટકા
ઈન્ફીબીમ ૩૨ ટકા
જીએસએફસી ૩૨ ટકા
વેલસ્પન ઈન્ડિયા ૨૮ ટકા
વેદાન્તા ૨૫ ટકા
રત્નમણિ મેટલ ૨૫ ટકા
સોનાટા સોફ્ટવેર ૨૩ ટકા
ચંબલ ફર્ટી. ૨૧ ટકા
એન્જિનિયર્સ ઈન્ડિયા ૨૧ ટકા

You might also like