માઇક્રોસોફ્ટે રજૂ કર્યુ ફ્રી સોફ્ટવેર

જલંધર: વિંડોઝ 10ને લોન્ચ થયે 1 વર્ષ થઇ ગયું હોવાના નિમિતે માઇક્રોસોફ્ટે વિંડોઝ 10 યૂઝર્સને ખાસ ભેટ આપી છે. માઇક્રોસોફ્ટના વિન્ડો અને ડિવાઇસ ગ્રુપના એક્ઝીક્યૂટીવ વાઇસ પ્રેસડેંટ Terry Myersonને કંપનીની વાર્ષિક બિલ્ડ કોન્ફરન્સમાં ફ્રી અપડેટની જાહેરાત કરી છે.

શું મળશે વિંડોઝ 10ના પ્રી અપડેટમાં:
1. હેલો લોગીન ફીચર અને કોર્ટાના વોયસ એસિસ્ટેંટમાં સુધારો કરવામા આવ્યો છે.
2. હોલોલેન્સ ઓગમેન્ટેડ રિયલટી હેડસેટ સપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3. સ્ટાઇલસ પેનમાં સુધારા કરતાં હવે ડિવાઇસને અનલોક કર્યા સિવાય પણ તેની ઉપર લખી શકાય છે.
4. સ્ટાઇલસ પેનમાં સુધારા અને સારા એક્સપિરીયન્સના માટે વિંડોઝ ઇન્કની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત માઇક્રોસોફ્ટે કહ્યું કે આવનારા સમયમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર એપ્લીકેશનને વિંડોઝમાં લાવવામાં આવશે. વિંડોઝ 10 એનિવર્સરી અપડેટ બધા વિન્ડો ડિવાઇસિસ માટે ઉપલબ્ધ છે અને એમાં વિડીયો ગેમિંગ કન્સોલ એક્સબોક્સને પણ જાહેર કરવામાં આવ્યો છે.

You might also like