26.2 બિલિયન ડોલરમાં LinkedINને ખરીદશે માઇક્રોસોફ્ટ

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટ પ્રોફેશનલ સોશિયલ વેબસાઇટૅ લિંક્ડ ઇનને ખરીદવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર કંપની LinkedINને 26.3 બિલિયન ડોલરમાં ખરીદશે.

અહેવાલ અનુસાર માઇક્રોસોફ્ટનો ભાગ હોવાછતાં પણ LinkedIN એક અલગ બ્રાંડ હશે. આ ઉપરાંત તેના સીઇઓ જેફ વેનર જ રહેશે જે સીધા માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાને રિપોર્ટ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે LinkedIN આ દુનિયાની સૌથી સૌથી પ્રોફેશનલ નેટવર્કિંગ વેબસાઇટ છે અને તેમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. તાજેતરમાં જ કંપનીએ મોબાઇલ એપનું નવું વર્જન લોન્ચ કર્યું છે જેના લીધે તેના યૂજર્સમાં વધુ વધારો થઇ રહ્યો છે.

સત્ય નડેલાના માઇક્રોસોફ્ટના સીઇઓ બન્યા બાદ આ સૌથી મોટી ટેક ઓવર માનવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં તેમણે સીઇઓ તરીકે માઇક્રોસોફ્ટ જોઇન કર્યું હતું. હાલમાં એ સ્પષ્ટ નથી કે માઇક્રોસોફ્ટ તેને કેવી રીતે ચલાવશે કે તેમાં કેટલીક નવી સર્વિસ ઉમેરશે.

દુનિયાભરના 433 મિલિયનથી વધુ લોકો LinkedIN પર જોબ સર્ચિંગથી માંડીને એકબીજાથી કનેક્ટ રહે છે. તેમાંથી મોટાભાગના યૂજર્સ પ્રીમિયમ સર્વિસ યૂઝ કરે છે. જેના માટે તેમને પૈસા આપવા પડે છે.

You might also like