હવે ફ્રીઝ કહેશે કે કિચનમાં શું ખરીદવું છે

માઇક્રોસોફ્ટે હવે સ્માર્ટ ફ્રીઝ બનાવવા એક રેફ્રીજરેટલ બનાવતી કંપની સાથે હાથ મિલાવ્યા છે. જો આ પ્રયોગ સફળ થશે તો ફ્રીજ એ માત્ર ‍વસ્તુઓ સંઘરવાનું સાધન નહીં, પરંતુ રસોડાની વસ્તુઓ યાદ રાખતુ એક સ્માર્ટ ડિવાઈઝ બની જશે. જે તમને કિચન મેનેજમેન્ટમાં મદદ મળશે. માઈક્રોસોફ્ટના ડેટા સાયન્ટિસ્ટે પોતાના બ્લોગ પર બે દિવસ પહેલા જાહેર કર્યું હતું કે કંપની સ્માર્ટ ડિવાઈઝ બોક્સ બનાવી રહી છે તેમાં કેમેરા ફિટ કરેલા હશે અને ફ્રિઝમાં મૂકવામાં અાવતી પ્રાથમિક ચીજોને ઓળખી શકે તેવી સેન્સ પણ તેમાં હશે. ફ્રીઝમાં મુકવામાં અાવતા દૂધ, દૂધની બનાવટો, શાકભાજી અને ઈન્વેન્ટરીનું લિસ્ટ ડિવાઈઝમાં ફિડ થયેલું હશે. અા ચીજો ખાલ થવા અાવશે એટલે ઈન્ટરનેટ સાથે કનેક્ટ થયેલું સ્માર્ટ ડિવાઈઝ બોક્સ તમારા મોબાઈલમાં રિમાઈન્ડર અાપશે.

You might also like