250 મિલિયન ડોલરમાં માઇક્રોસોફ્ટે ખરીદી કીબોર્ડ એપ Swiftkey

નવી દિલ્હી: દુનિયા સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે લંડન બેસ્ડ પોપ્યુલર કીબોર્ડ એપ Swiftkey ને 250 મિલિયન ડોલરમાં ખરીદી લીધી છે. સમાચારોના અનુસાર આ ડીલ કંપનીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલોપમેન્ટમાં મોટું પગલું સાબિત થશે.

અંગ્રેજી સમાચાર પત્રના અહેવાલ અનુસાર Swiftkey ના બંને ફાઉન્ડરને આ ડીલથી 30 મિલિયન ડોલરનો ફાયદો થયો છે. ડીલના અનુસાર Swiftkeyના કર્મચારી માઇક્રોસોફ્ટની ટીમની સાથે મળીને કામ કરશે.

માઇક્રોસોફ્ટે એક બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે આગામી મહિનામાં કંપની ‘Swiftkey’ ટેક્નોલોજીને વિંડોઝ વર્ડ ફ્લો કીબોર્ડમાં સામેલ કરશે. તેનાથી એ સ્પષ્ટ છે કે હવે Swiftkey ની એપ વિંડોઝ સ્માર્ટફોનમાં પણ જોવા મળી શકે છે.

જો તમે એન્ડ્રોઇડ યૂજર છો અને Swiftkey ની એપ યૂઝ કરો છો તો ગભરાવવાની જરૂર નથી કારણ કે આ એપ એન્ડ્રોઇડ અને iOS યૂજર્સ માટે પણ ઉપલબ્ધ થશે. રસપ્રદ વાત એ છે કે દુનિયાભરમાં તેને 300 મિલિયન યૂજર્સ ઉપયોગ કરે છે પરંતુ આ વિંડોઝ ફોન માટે ઉપલબ્ધ નથી. માઇક્રોસોફ્ટે પણ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે આ એન્ડ્રોઇડ અને iOS માટે બંધ કરવામાં નહી આવે.

જે લોકો Swiftkey થી અજાણ છે, તેમને જણાવી દઇએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ વર્ચુઅલ કીબોર્ડ એપ છે. આ યૂજર્સને ટાઇપ કરવાની પેટર્નને નોટ કરે છે અને તેના અનુસાર આગળ લખવામાં આવનાર ટેક્સ્ટનું અનુમાન લગાવીને શબ્દ સુજાડે છે. આ ઉપરાંત તેમાં બીજા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે જે એન્ડ્રોઇડ અને iOS માં ચેટિંગને ખૂબ જ રસપ્રદ બનાવે છે.

You might also like