માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ માટે લોન્ચ કરી ‘Mimicker’ એલાર્મ એપ

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટે પોતાના ગેરાજ પ્રોજેક્ટ હેઠળ એન્ડ્રોઇડ માટે એક અનોખી એલાર્મ એપ ‘Mimicker’ લોન્ચ કરી છે. કંપનીએ આ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટર્ન્સ અને કર્મચારી મળીને એક નવા આઇડિયાને રિયલ પ્રોજેક્ટમાં તબદીલ કરે છે. ઘણીવાર તેના હેઠળ બનાવવામાં આવેલા ઘણી એપ ફેલ થઇ જાય છે.

જો કે આ એન્ડ્રોઇડના ઇન્બિલ્ટ એલાર્મ જેવું જ છે, પરંતુ તેના કેટલાક ખાસ ફિચર્સ છે જે તમને સવારે ઉઠાડવામાં મદ કરશે. ઘણીવાર આપણે સ્માર્ટફોનના એલાર્મને બંધ કરીને ફરીથી સુઇ જઇએ છી પરંતુ આ તમને સુવા નહી દે.

એપમાં એલાર્મ વાગ્યા બાદ તમે ઉઠશો અને તમારે ગેમ રમવી પડશે. તેમાં ત્રણ ગેમ છે જેમાંથી એક સિલેક્ટ કરી શકો છો. આ ગેમમાં એક કલરના ઓબ્જેક્ટ સિલેક્ટ કરવી, અલગ-અલગ એક્સપ્રેશનમાં સેલ્ફી લેવી અને ટંગ ટ્વિસ્ટર ફ્રેજ બોલવું વગેરે સામેલ છે.

રસપ્રદ વાત એ છે કે જો તમે ગેમ સમય પર યોગ્ય સમયે પુરી નહી કરો તો એલાર્મ ક્લોકને લાગશે કે તમે ઉંઘમાં છો અને ત્યારબાદ ફરીથી એલાર્મ વાગવા લાગશે. અને જ્યાં સુધી તમે ગેમને યોગ્ય રીતે રમીને તમારા મિત્રો સાથે શેર નહી કરો, ત્યાં સુધી એલાર્મ વાગતું રહેશે. આ એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

You might also like