માઈક્રોસોફટના કો-ફાઉન્ડર અેલનનું કેન્સરથી નિધનઃ બે સ્પોર્ટ્સ ટીમ પણ ખરીદી હતી

સાન ફ્રાન્સિસ્કો: માઈક્રોસોફટના સહસંસ્થાપક રહી ચૂકેલા ૬પ વર્ષીય પોલ અેલનનું કેન્સરની બીમારીના કારણે નિધન થયું છે. તેમણે ૧૯૭૦ના દાયકામાં બિલ ગેટ્સ સાથે મળીને માઇક્રોસોફટની સ્થાપના કરી હતી. એલનની બહેને કહ્યું કે તેઓ દરેક ક્ષેત્રમાં શાનદાર હતા.

મોટા ભાગના લોકો તેમને ટેકનોલોજી નિષ્ણાત અને સમાજસેવકના રૂપમાં જાણતા હતા, પરંતુ તેઓ અમારા માટે એક પ્રેમાળ ભાઇ, મિત્ર હતા. ફોર્બ્સે એલનની નેટવર્થ ર૦.૩ બિલિયન ડોલર (લગભગ ૧.૪૯ લાખ કરોડ રૂપિયા) આંકી છે.

એલને બે અઠવાડિયા પહેલાં ખુલાસો કર્યો હતો કે તેમને નવ વર્ષ પહેલાં થયેલું બ્લડ કેન્સર ફરીથી થયું છે. બ્લડ કેન્સરમાં શ્વેત રકતકણિકાઓ પર અસર પડે છે, જેનાથી શરીરની રોગપ્રતિકારકશકિત ઘટી જાય છે. એલન પોતાના બિઝનેસ અને ચેરિટીના કામને વલ્કન ઇન્ક નામની કંપનીથી મેનેજ કરતા હતા.

તેઓ એલન ઇન્સ્ટિ્યૂૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચમાં પણ ખૂબ જ સક્રિય હતા. તેમણે અમેરિકામાં બે સ્પોર્ટ્સ ટીમ ‌સિયેટલ હોકસ અને પોર્ટલેન્ડ ટ્રેલ બ્લેઝર્સ ખરીદી હતી. સિયેટલ સાઉન્ડર્સ નામની ફૂટબોલ ટીમમાં પણ તેમની ભાગીદારી હતી. નેશનલ ફૂટબોલ લીગ કમિશનર રોજર ગુુડલના જણાવ્યા મુજબ તેઓ રમતગમતને લઇ ખૂબ જ ઝનૂની હતા. તેઓ મકસદ હાંસલ કરવા દૃઢ સંકલ્પિત પણ હતા.

એલને સ્ટ્રેટોલોન્ચ નામની એક સ્પેસ કંપની બનાવી હતી. આ કંપનીએ દુનિયાનું સૌથી મોટું પ્લેન બનાવ્યું હતું, જોકે આ પ્લેન ક્યારેય ઉડાન ન ભરી શકયું. એલને ૧૯૮૬માં માઇક્રોસોફટ છોડીને વલ્કન નામની કંપની બનાવી હતી.

કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું કે દુનિયાના સૌથી અઘરી સમસ્યાને ઉકેલવામાં તેઓ નિષ્ણાત હતા. તેમની રચનાત્મકતા અને નવી વસ્તુઓ કરવાની લગન હંમેશાં યાદ રહેશે. માઇક્રોસોફટે કહ્યું કે અમારી કંપની, ઇન્ડસ્ટ્રી અને કોમ્યુનિટી માટે એલનનું યોગદાન હંમેશાં યાદ કરાશે.

You might also like