બિલ ગેટ્સ ચોથી વખત બન્યા દુનિયાના સૌથી ધની વ્યક્તિ

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ દુનિયાના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં ટોપ પર છે. તેઓ સતત ચોથી વખત આ સ્થળ પર પહોંચ્યા છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ 220માં સ્થાનથી ઉતરીને 544માં સ્થાન પર પહોંચી ગયા છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિના માલિક મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય છે.

બિલ ગેટ્સની સંપત્તિ 86 અરબ ડોલર દર્શાવવામાં આવી છે. જ્યારે બીજા નંબર પર બર્કશાયર હૈથવેના પ્રમુખ વારેન બફેટ છે. તેમની સંપત્તિ 75.6 અરબ ડોલર છે. જ્યારે ડોનાલ્ડ ટ્રંપની સંપત્તિ 3.5 અરબ ડોલર આંકવામાં આવી છે. ટોપ 10માં ત્રીજા નંબર પર એમેઝોનના સંસ્થાપક બેજોસ, માર્ક જુકરબર્ગ પાંચમાં અને ઓરેકલના સહ સંસ્થાપક લૈરી એલિસન સાતમાં સ્થાન પર છે. તમને જણાવી દઇએ કે અમેરિકાના 565, ચીનના 319, જર્મનીના 114 અને ભારતના 101 અરબપતિના નામ શામેલ છે.

આ પ્રસંગે ફોબર્સે કહ્યું કે પત્રિકાની યાદીમાં પ્રકાશિત કરવાના 31 વર્ષમાં આ વર્ષે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અરબપતિની સંથ્યા 13 ટકાથી વધીને 2043 થઇ ગઇ છે.

http://sambhaavnews.com/

You might also like