માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ ભાષણમાં સંભળાવ્યો મિર્ઝા ગાલિબનો શેર

નવી દિલ્હી: એપલના સીઇઓ ટિમ કુક બાદ હવે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા ભારતના પ્રવાસે છે. તેમણે માઇક્રોસોફ્ટની ઇવેંટને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે અખ્યું કે ‘એપ્સની દુનિયામાં મોટા ફેરફાર આવી રહ્યાં છે. આ એપ્સ લોકોની ક્ષમતાને મજબૂત કરી રહી છે.’

માઇક્રોસોફ્ટના કાર્યક્રમમાં સત્યા નડેલાએ ગાલિબનો શેર વાંચીને શરૂઆત કરી. તેમણે કહ્યું કે ‘’હજારો ખ્વાહિશે એવી કી હર ખ્વાહિશ પર દમ નિકલે, બહુત નિકલે મેરે અરમાં મગર, ફિર ભી કમ નિકલે.’’ તેમના આ શેર પર તાળીઓની ગડગડાટ ગુંજતી રહી.


સત્યા નડેલાએ અહીં એપ્સની દુનિયામાં આવી રહેલા ફેરફારની ચર્ચા પણ કરી. આ એપ્સ માનવની ક્ષમતાને વધારી રહી છે. આપણે એવી દુનિયામાં છીએ જેમાં લોકો ડિજિટલ ગમે ત્યાંથી ગમે ત્યારે કોઇપણ સ્થળે કનેક્ટ થઇ શકે છે. આપણે ભવિષ્ય માટે જે એપ્સ બનાવવા જઇ રહ્યાં છી તે ગેમચેન્જર સાબિત થશે.

જ્યારે તમે દુનિયાને જોવાનો પોતાનો દ્રષ્ટિકોણ બદલો છો તો દુનિયા પણ બદલાવવા લાગશે. હું ઇચ્છું છુ કે ભારત માટે આવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે જ્યાંથી ભારતીયો આઇડિયાનો ઉપયોગ તેમના વિકાસમાં થઇ શકે.

You might also like