8,499 રૂપિયામાં આવ્યો 5.5 ઇંચ એચડી સ્ક્રીનવાળો સ્માર્ટફોન

નવી દિલ્હી: સ્વદેશી સ્માર્ટફોન મેકર માઇક્રોમેક્સે સ્માર્ટફોનની એક નવી સીરીઝ Canvas Evok રજૂ કરી છે. તેના હેઠળ 8,499 રૂપિયામાં પહેલો સ્માર્ટફોન Canvas Evok લોન્ચ કર્યો છે. મંગળવારથી આ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર મળશે.

5.5 ઇંચની એચડી સ્ક્રીનવાળા આ સ્માર્ટફોનમાં 1.4GHz ઓક્ટાકોર સ્નૈપડ્રૈગન 415 પ્રોસેસર અને 3GB રેમની સાથે 16GBની ઇન્ટરનલ મેમરી છે. આ માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 32GB સુધી કરી શકે છે.

આ સ્માર્ટફોન બે સિમ સપોર્ટ કરે છે અને તેમાં 4G LTE સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. કંપનીના એક નિવેદન અનુસાર આ યુવા વર્કિંગ પ્રોફેશનલ્સને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

ફોટોગ્રાફી માટે તેમાં એલઇડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો ઓટોફોકસ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે પણ એલઇડી ફ્લેશની સજ્જ 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે જે લો લાઇટમાં પણ સારી સેલ્ફી ક્લિક કરશે.

તેમાં 3,000 mAhની બેટરી છે અને તેમાં કનેક્ટિવિટી માટે સ્ટાડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં યૂએસબી ઓટીજી, જીપીએસ, વાઇફાઇ, માઇક્રો યૂએસબી, બ્લૂટૂથ અને એલટીઇ સામેલ છે.

You might also like