Micromaxએ ભારતમાં લોન્ચ કર્યા બે સ્માર્ટ ટીવી, માત્ર અવાજથી જ કરી શકાશે કન્ટ્રોલ

માઇક્રોમેક્સે ભારતમાં પોતાનાં પહેલા ગૂગલ સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ટીવી લોન્ચ કરેલ છે. જો કે કંપનીએ ટીવીનું નામ નથી જણાવ્યું. માઇક્રોમેક્સનાં આ એન્ડ્રોઇડ ટીવીને 49 અને 55 ઇંચનાં બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવેલ છે. આ બંને ટીવીમાં 4K અલ્ટ્રાએચડી HDR10 સપોર્ટ છે. આમાંથી 49 ઇંચવાળા ટીવીની કિંમત 51,990 રૂપિયા અને 55 ઇંચવાળા ટીવીની કિંમત 61,990 રૂપિયા છે. આ બંને ટીવીમાં ગૂગલ પ્લે-સ્ટોર મળશે કે જ્યાંથી આપ મનપસંદ એપ ડાઉનલોડ કરી શકશો.

આ બંને ટીવીમાં એન્ડ્રોઇડ ઓરિયો 8.0 અને ડોલ્બી ઓડિયો છે. ટીવીમાં 2.5GB રેમ અને 16GBનું સ્ટોરેજ છે. આ ટીવીની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આમાં ગૂગલ ક્રોમ કાસ્ટનો સપોર્ટ આપવામાં આવેલ છે. એવામાં સરળતાથી ટીવીને ફોનથી કનેક્ટ કરી શકો છો. તે પણ વગર કોઇ વાઇ-ફાઇ અને બ્લુટૂથની મદદથી.

માઇક્રોમેક્સનાં આ બંને ટીવીને અવાજથી પણ કન્ટ્રોલ કરી શકાય છે. બંને ટીવીમાં ગૂગલ અસિસ્ટંટનો સપોર્ટ આપવામાં આવેલ છે. ટીવીમાં 12 વોટનાં બે સ્પીકર્સ છે. આ સાથે જ ટીવીને વીજળીથી બચાવવા માટે આને એનર્જી સર્ટિફિકેશન પણ મળ્યું છે.

આ બંને ટીવીની બિક્રી આ જ મહીનેથી ઓફલાઇન સ્ટોરથી શરૂ થશે, જો કે કંપનીએ એક નિશ્ચિત તારીખ નથી જણાવી. માઇક્રોમેક્સનાં મુકાબલે ટીવીનાં બજારમાં શાઓમી, થોમસન, સેમસંગ અને એલજી જેવી કંપનીઓ સામે થશે.

You might also like