તમે જેની સાથે સગાઈ કરી છે તે મારો પ્રેમ છે

અમદાવાદ: નાના ચિલોડા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીના મંગેતરના ઇન્સ્ટાગ્રામ પર Khushvish007 પર મેસેજ મળ્યો હતો કે, ”તમે જેની સાથે સગાઇ કરી છે તે મારો પ્રેમ છે, મારી જિંદગી છે, તમે તેને છોડી દો. હું તેના વગર જીવી શકું તેમ નથી, તે તમારી જોડે ખુશ નથી.”

આ મેસેજ સામે ‘Who is this’ પૂછતાં તેની જિંદગી છું તેવો મેસેજ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પરથી કોઇ અજાણી વ્યક્તિએ સગાઇ તોડવા માટે મેસેજ કર્યા હતા. બીજા દિવસે જે આઇડી પરથી મેસેજ આવ્યા હતા તેની તપાસ કરાવતાં તે આઇડી બંધ બતાવ્યું હતું.

યુવતીને ખોટી રીતે બદનામ કરવાના ઇરાદે કોઇ અજાણી વ્યક્તિએ તેના મંગેતરને મેસેજ કરતાં સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like