સુરક્ષાબળોને એલર્ટ: સ્માર્ટફોનમાં App ડાઉનલોડ કરવું બની શકે છે ખતરનાક

નવી દિલ્હી: દેશની સુરક્ષા અને ગુપ્ત જાણકારીની સંવેદનશીલને જોતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બધા મંત્રાલયો અને સુરક્ષાબળોને એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્માર્ટફોનમાં એપ્સ ડાઉનલોડ કરવી ખતરનાક થઇ શકે છે, કારણ કે દુશ્મન તેમના માટે સંવેદનશીલ જાણકારી ચોરી શકે છે.

ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જાણકારી આપી હતી કે તાજેતરમાં જ આ બાબતે ગુપ્તચર એજન્સી, પેરામિલિટ્રી ફોર્સે, રાજ્યોની પોલીસ અને બધા મંત્રાલયોના અધિકારીઓની એક બેઠક થઇ છે. મીટિંગ બાદ દેશના બધા રાજ્યોની પોલીસ સહિત ગુપ્તચર વિભાગ અને સુરક્ષાબળો માટે નવી દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે એલર્ટ બાદ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સ્માર્ટફોનનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે, જો કે સાવધાનીપૂર્વક તેનો ઉપયોગ કરવામાં આવે. દિશા-નિર્દેશમાં આગળ લખવામાં આવ્યું છે કે સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરતી વખતે ખાસકરીને સાવધાની વર્તવાની જરૂરિયાત છે, કારણ કે દેશના દુશ્મન આ ક્રમમાં ડિવાઇસ હેક કરી સંવેદનશીલ જાણકારી ચોરી કરી શકે છે.

You might also like