મેક્સિકોમાં પોલીસ અને શિક્ષકો વચ્ચે અથડામણ, ગોળીબારીમાં 6નાં મોત

વાહાકા: દક્ષિણ મેક્સિકોમાં એક વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને શિક્ષકો વચ્ચે અથડામણ દરમિયાન અજ્ઞાણ્યા બંદૂકધારીઓએ ગોળીબારી કરી દીધી, જેના લીધે છ લોકોના મોત નિપજ્યા હતા અને 100થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ જાણકારી અધિકારીઓએ આપી છે. આ હિંસા ગઇકાલે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ છોડ્યા બાદ શરૂ થઇ. પોલિસ વાહાકા રાજ્યમાં એક એક અઠવાડિયાથી ચાલી રહેલા અવરોધને ખતમ કરવા માટે કાર્યવાહી કરી રહી હતી. આ અવરોધ હેઠળ વાહાકા રાજ્યના શહેર અસુનસિયોન નોશિચલૈનમાં રસ્તો જામ કરી દેવામાં આવ્યો હતો અને કેટલાક વાહનોને આગળ લગાવી દેવામાં આવી હતી.

વાહાકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પ્રદર્શનોનું નેતૃત્વ નેશનલ એજ્યુકેશન વર્કર્સ કોડિનેટર (સીએનટીઇ)યૂનિયન કરી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન શિક્ષણમાં સુધારા વિરૂદ્ધ અને યૂનિયનના બે નેતાઓની ધરપકડ વિરૂદ્ધ છે. રાષ્ટ્રીય સુરક્ષા કમિશને શરૂઆતમાં અધિકારીઓ હથિયારોથી સજ્જ હોવાની વાતને નકારી કાઢી હતી અને આરોપ લગાવ્યો હતો કે સમાચારોમાં અધિકારીઓને બંદૂકોની સાથે દેખાડવામાં આવેલો ફોટા ‘ખોટો’ છે.

પરંતુ બાદમાં સંઘીય પોલીસ પ્રમુખ એનરીકે ગેલિંડોએ કહ્યું કે અજાણ્યા લોકો દ્વારા ‘પોલીસ અને લોકો પર હથિયારો વડે ઘા કર્યા બાદ’ એક સશસ્ત્ર ટુકડીને ગોઠવવામાં આવી હતી. ગેલિંડોએ કહ્યું ‘શિક્ષકો આ વસ્તુમાં સામેલ ન હતા.’ સંઘીય તથા રાજ્ય સરકારોએ એક સંયુક્ત નિવેદનમાં સીએનટીઇને પોતાને અજાણ્યા લોકોની ટૂકડીથી દૂર રાખવાની અપીલ કરતાં કહ્યું કે ‘એવા સમાચાર છે કે કેટલાક હિંસક સમૂહ ત્યાં હાજર હતા, જેમણે ઘણા દિવસો સુધી રસ્તા જામ કર્યા અને રાજકીય પ્રતિષ્ઠાનોને બ્લોક કર્યા હતા.

વાહાકાના જન સુરક્ષા સચિવ જોર્જ અલ્બટરે રૂઇઝ માર્ટિનેઝે કહ્યું કે છ મૃતક લોકો સામાન્ય નાગરિક હતા. તેમણે કહ્યું કે અન્ય 55 ઘાયલ લોકોમાં સંઘીય અને રાજ્ય અધિકારી હતા. તેમાંથી આઠ લોકો ગોળીઓથી ઘાયલ થયા છે. ઓછામાં ઓછા 53 સામાન્ય લોકોને ઇજા પહોંચી છે.

You might also like