ક્વિક બ્રેકફાસ્ટઃ મેક્સિકન ગ્રિલ સેન્ડવીચ

સેન્ડવીચ બાળકોને જ નહીં, મોટાને પણ ખાવામાં ટેસ્ટી લાગતી હોય છે. મિક્સ વેજ, ચીઝ અને મેયોનીઝના કોમ્બિનેશનથી બનેલ આ સેન્ડવીચ તમને બધાને ભાવશે. તો આવો આપણે આ ઈઝી ગ્રિલ્ડ સેન્ડવીચ ટ્રાય કરીએ.

સામગ્રી:
10 બ્રેડની સ્લાઈસ
3 ટેબલસ્પૂન બટર
1 ડુંગળી, ટામેટું, બાફેલું બટાકું
કપાયેલાં લીલા મરચાં
1 કપ બાફેલા કોર્ન
અડધો કપ ચીઝ (ક્રશ કરેલ)
2 ટેબલસ્પૂન ટૉમેટો સૉસ
2 ટેબલસ્પૂન ચિલી સૉસ
1 કપ વ્હાઈટ સૉસ
મીઠું અને સંચર સ્વાદ પ્રમાણે

બનાવવાની રીતઃ
ડુંગળી, ટામેટા, બટાકા, લીલા મરચાં, કોર્ન, ચીઝ, વ્હાઈટ સૉસ, મીઠું અને સંચર મિક્સ કરી લો.
બ્રેડની સ્લાઈસને ટોસ્ટ કરી તેના પર એકબાજુ બટર લગાવી દો.
તેના પર વ્હાઈટ સૉસ અને શાકભાજીનું મિશ્રણ ફેલાવો.
ઉપરથી વધેલ ચીઝ ફેરવીને ટોમેટો અને ચિલી સૉલ નાખો.
હવે પ્રી હિટ ઑવનમાં 160 ડિગ્રી પર ગ્રિલ થવા મૂકી દો.
હવે ગરમ ગરમ સૉસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

You might also like