ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી

અમદાવાદ: શહેરના ધીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રો પોલિટિન કોર્ટમાં હવેથી મોબાઇલ ફોન અને લેપટોપ ચાર્જ નહીં થઇ શકે. કારણ કે કોર્ટનાં બિ‌લ્ડિંગમાં 400 કરતાં વધુ સ્વિચ બોર્ડનાં પ્લગ સોકેટ બંધ કરવા માટેના આદેશ ચીફ મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવ્યા છે. મેટ્રો કોર્ટમાં વકીલોનાં ટેબલ પર ખાનગી વ્યકિતઓ કોર્ટની પરમિશન વગર લેપટોપથી ટાઇપિંગ કરવાનો વેપાર શરૂ કરી દેતાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશન દ્વારા કોર્ટમાં ચાલતા કમ્પ્યૂટર સેન્ટર તથા બિનઅધિકૃત રીતે વકીલોના ટેબલ પર ચાલતા ટાઇપિંગના વેપારથી વીજ વપરાશ વધી ગયો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

મેટ્રો પો‌િલટિન કોર્ટમાં કોઇપણ વકીલ, પક્ષકારને ફરિયાદ, સોગંદનામા સહિતના કોર્ટમાં રજૂ કરવાના દસ્તાવેજ ટાઇપ થઇ શકે તે માટે બિ‌લ્ડિંગમાં 15 કરતાં વધુ ટાઇપ રાઇટરને બેસવા માટેની મંજૂરી કોર્ટે આપી છે. તો બીજી તરફ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશને પણ પોતાનું કમ્પ્યૂટર સેન્ટર શરૂ કર્યુ છે જેમાં 10 કરતાં વધુ કમ્પ્યૂટર મૂકવામાં આવ્યાં છે. ત્યારે હવે ખાનગી વ્યકિતઓએ વકીલોના ટેબલને ભાડે લઇને લેપટોપ, પ્રિન્ટર લગાવી કમ્પ્યૂટર સેન્ટરમાં કામ કરતા એક કર્મચારીએ ચીફ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ એ.વાય.ભાવસારની કોર્ટમાં વકીલોનાં ટેબલ પર ખાનગી વ્યકિતઓ દ્વારા બિનઅધૃકત રીતે લેપટોપ દ્વારા થતાં ટાઇપિંગ અને પ્રિન્ટરનો ઉપયોગ બંધ કરવા માટેની અરજી કરવામાં આવી હતી.

ચીફે મેજિસ્ટ્રેટે ક્રિમિનલ કોર્ટે બાર એસોસિયેશને આ પ્રવૃત્તિઓ બંધ કરવા માટેની સૂચના આપી હતી. જોકે બાર એસોસિયેશને કોર્ટે હાથ ઊંચા કરી દેતાં કોર્ટ સંકુલમાં આવેલ 400 કરતાં વધુ સ્વિચ બોર્ડના પ્લગ સોકેટ જ બંધ કરી દેવાનો આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છેકે ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશન દ્વારા ચાલતા કમ્પ્યૂટર સેન્ટર, ત્રણ ઝેરોક્ષ મશીનનું બિલ મેટ્રો કોર્ટ ભરે છે. છેલ્લા ચાર પાંચ મહિનામાં વીજ વપરાશ વધી જતા બિલમાં પણ નજીવો વધારો થયો છે. હાલ મેટ્રો કોર્ટમાં દર બે મહિને બે થી અઢી લાખ રૂપિયા બિલ આવે છે.

મેટ્રો કોર્ટના રજિસ્ટાર પી.એમ.ગર્ગે જણાવ્યું હતું કે બિન અધિકૃત રીતે ચાલતા ટાઇપિંગને બંધ કરવા માટે કોર્ટે નિર્ણય લીધો છે. કમ્પ્યૂટર રૂમ, કોર્ટ રૂમ તથા રજિસ્ટારની ઓફિસ સિવાય તમામ સ્વિચ બોર્ડનાં સોકેટ બંધ કરી દેવાશે.
http://sambhaavnews.com/

You might also like